Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વોર્ડ નં. 1 માં 5 લાખના ખર્ચે ત્રણ અલગ-અલગ કામોનું ખાતમુહૂર્તકરાયું.

Share

અંકલેશ્વર પંથકના વોર્ડ નંબર 1 માં આજરોજ રૂપિયા 5 લાખના ખર્ચે તૈયાર થનારા 3 અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ, પાલિકાના સભ્યો તેમજ શહેર ભાજપા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આજે સવારે વોર્ડ નં.૦૧ માં આવેલ વૃંદાવન ટાઉનશીપના ગેટ નં. ૦૨ પાસે પેવર બ્લોક તથા RCC રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં વૃંદાવન ટાઉનશીપ ગેટ નં. ૦૨ થી બહારની સાઈડ પર પેવર બ્લોક રકમ રૂ. 81,૦૦૦/- તે સાથે વૃંદાવન ટાઉનશીપ ગેટથી મેઈન રોડથી RCC રોડ બનાવવાનું કામ રકમ રૂ. ૧,૩૮,૮૮૦/- સાથે શક્તિનગરમાં રોડની સાઇડમાં પેવર બ્લોક કામ રૂ. ૨,૭૪,૯૬૬/- નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સાંસદ મનસુખ વસાવાએ લખ્યો આદિજાતિ વિકાસ મંત્રીને લેટર બોમ્બ… જાણો શું ?

ProudOfGujarat

ભરૂચનાં ઝનોર ગામે મગરની હાજરીથી લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા VT પોદાર BCA કોલેજ બહાર વિદ્યાર્થીઓએ એક સાથી વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!