Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

અંકલેશ્વર નજીક આવેલ રાજપીપળા ચોકડી વિસ્તારમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે જેમાં કેટલાક બનાવો જીવલેણ સાબિત થાય છે તો એટલાક બનાવોમાં નાની-મોટી ઇજાઓ થતી હોવાના બનાવો પણ બન્યા છે.

રાજપીપળા ચોકડી વિસ્તારએ સતત વાહનોની અને રાહદારીઓની અવરજવર ધરાવતો વિસ્તાર છે. તેમજ વાહનચાલકો પણ બેફામ રીતે વાહન હંકારી રહ્યા છે જેના કારણે નાના-મોટા અકસ્માતોના બનાવ બને છે. ત્યારે આજે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ટ્રક ચાલક પૂર ઝડપે આવતા ઊભી રહેલ બસને પાછળથી ટક્કર મારતા બસમાં બેઠેલ મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે અન્ય ત્રણ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

તવરા નવીનગરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

નડિયાદ : કપડવંજના બસ સ્ટેન્ડ પાસે બેકાબુ ટ્રકે ઉભેલી બે રીક્ષાને અડફેટે લેતાં એકનું મોત

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી હાલમાં જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!