Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં શિક્ષણની કથળતી તસ્વીર, અંકલેશ્વરના પીરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા.

Share

સૌ ભણે,સૌ આગળ વધે ની નેમના સ્લોગન સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાની એક તરફ જવાબદારી નિભાવી રહી છે, શાળાએ જઈ દરેક બાળક સારું શિક્ષણ પ્રાપ્ત કરે તેવું દરેક વિદ્યાર્થીઓના માતા પિતા ઈચ્છા ધરાવતા હોય છે, પરંતુ એ જ શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓને ભણતરની જગ્યાએ શાળાના સંચાલકો અન્ય પ્રવૃત્તિ કરાવે તે બાબત કેટલી યોગ્ય કહી શકાય તેવી ચર્ચાઓ આજકાલ લોકો વચ્ચે જામી છે.

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતેની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પીરામણ પ્રાથમિક શાળાના ત્રણથી વધુ વિદ્યાર્થીઓ શાળામાં એકત્ર થયેલ કચરાના ડબ્બા લઇ નજીકમાં આવેલ કચરાના ટ્રેકટરમાં ખાલી કરવા જતાં હોવાના દ્રશ્યો જાગૃત નાગરિકે કંડારી લઇ વાયરલ કરતા પીરામણ પ્રાથમિક શાળાના સંચાલકો સામે લોકોએ સવાલોનો મારો ચલાવ્યો છે.

કચરાની ગાડીમાં કચરો ઠાલવવા માટેનું કામ શાળામાં આવતા પટાવાળાનું અથવા તેને લાગતા વળગતા સફાઈ કર્મીઓનું હોય છે પરંતુ પીરામણ પ્રાથમિક શાળામાં તો ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ શાળામાં ભણતર મેળવવા માટે આવતા બાળકો જ શાળામાં કચરાના ડબ્બા લઇ જાહેર માર્ગો પર ફરીને તેને કચરાની ગાડી સુધી પહોંચાડવાનું કામ કરતા નજરે પડી રહ્યા છે જે ઘટના ક્રમનો વીડિયો વાયરલ થયા બાદ શાળાની સામે સવાલોનો મારો લોકો ચલાવી રહ્યા છે સાથે સાથે સરકાર સુધી પણ આવાજ પહોંચાડી રહ્યા છે કે શું આમ ગુજરાતના ભાવિનું ઘડતર થશે..? તેવી બાબતો તંત્રને પૂછી રહ્યા છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

જામનગર નજીકના સાપર ગામે જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ.

ProudOfGujarat

અમદાવાદમાં BRTS માં ફરી લાગી ભીષણ આગ, પેસેન્જરો ના હોવાથી હાશકારો.

ProudOfGujarat

ભરૂચ નગરના આલી પાંજરાપોળ વિસ્તાર માંથી જુગારીયાઓ ઝડપાયા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!