Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

Share

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી ભરૂચ એલસીબી એ ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ ભરુચ એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે કૈલાસ ટેકરી ખાતે રહેતા ભાવીન હર્ષદભાઇ મોદીએ તેના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. એલસીબી એ મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ત્યાં ઘરના આગળના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારુનો રૂ.૫૮૨૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે ભાવીન મોદી રહે.ગામ અંદાડાનાને ઝડપી લઇને અન્ય એક ઇસમ અજય ગોકુળભાઇ વસાવા રહે.જુના હરિપરા તા.અંકલેશ્વરનાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક સપ્તાહમાં 30,000 થી વધુ લોકોને રજીસ્ટર કર્યા અને રસી આપી,આ પ્રક્રિયામાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું નવું ટાઇટલ સ્થાપિત કર્યું.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે તા.૨૬ મી એ મુખ્યમંત્રી દ્વારા વીજ કંપનીના સબસ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કરાશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને આજે અન્ય રાજયમાં પોતાના વતન મોકલવા માટે તંત્ર દ્વારા આરોગ્ય તપાસ અને રેલ્વે ટ્રેનની ટિકિટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!