Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ખરોડ પાસે ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના પાનોલી પોલીસના કર્મીઓને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરી સગેવગે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. સુરતના હજીરા ખાતેના અદાણી પોર્ટ ખાતેથી મોનો ઇથેલીન ગ્લાયકોલ (એમ.ઇ.જી) કેમિકલ ટેન્કરમાં ભરી દહેજના જોલવા ખાતેની ફિલાટેક્ષ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં લઇ જવામાં આવી રહ્યું હતું.

તે જ દરમિયાન ટેન્કરના ચાલક મલગસિંગ ત્રિલોક સિંગ સિંગ રહે,પીલીભીત ઉત્તર પ્રદેશ નાઓએ ટેન્કરને ખરોડ પાસે આવેલ દર્શન હોટલના કંપાઉન્ડમાં ઉભી રાખી ટેન્કરનું વાલ્વનું નટ બોલ્ટ ઢીલા કરી તેમાંથી મોનો ઇથેલીન નામના કેમિકલની ચોરી કરી હતી, તેમજ અન્ય ચાર જેટલા ટેન્કરોમાંથી પણ કેમિકલ ચોરી કરી બોલેરો ગાડીમાં સગેવગે કરવામાં આવી રહ્યું હોય જે બાદ પાનોલી પોલીસે સ્થળ પર દોરડા પાડતા ટેન્કરનો ચાલક મલગસિંગ ઝડપાઇ ગયો હતો તેમજ બોલેરોનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ જવા પામ્યો હતો.

Advertisement

મામલે પાનોલી પોલીસે સ્થળ પરથી મોનો ઇથેલીન ગ્લાયકોલ (એમ.ઇ.જી) કેમિકલ ના પાંચ ટેન્કરો સહિત કુલ ૧,૯૧,૯૯,૪૦૬ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ આરોપી સામે ગુનો દાખલ કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

અશિક્ષીત ગુજરાત વિધાનસભા 182માંથી 63 ધારાસભ્યો માત્ર 10 પાસ, 8 તો અભણ એમાં સૌથી વધુ ભાજપના…

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરી પાછળ રહેતી 29 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

ProudOfGujarat

FASAL ના ડિરેક્ટર મેહરાજ કહે છે, “પંજાબમાં આટલા ભારે વરસાદ વચ્ચે, સેહનૂર એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે દરેક સભ્યને યોગ્ય સુવિધાઓ મળે.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!