Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ખાતેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

Share

ભરૂચ જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે, ભૂતકાળમાં પણ અનેક બોગસ ડોક્ટર ઝડપાઇ ચુક્યા છે, તેવામાં વધુ એક બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કર્યો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની કોઈ માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી વગર દવાખાનું ધમધમાવતા પરપ્રાંતિય ઈસમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પડાયો છે.

ભરૂચ એસ.ઓસ.જી પોલીસ દ્વારા બાતમીના આધારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેના સંજાલી ગામ ખાતે ભાડાની દુકાનમાં રૂપા ક્લિનિક નામથી ડિગ્રી વગર દવાખાનું ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરે છે, જે બાદ પોલીસ દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Advertisement

ભરૂચ પોલીસના દરોડામાં મૂળ વેસ્ટ બંગાળ અને હાલ અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતા બોગસ તબીબ પારિતોષ મનોનજોય બિશ્વાસ નાઓની ધરપકડ કરી તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ દવાનો જથ્થો મળી કુલ 7 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

થી અલખધામ બ્રાહ્મીક ગાયત્રી મંદિર ઝાડેશ્વર, ભરુચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા કિશોરી ઘરે નિકળી ગઈ : અભયમ ટીમની સમજાવટથી પરિવાર પાસે પરત ફરી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર નગરપાલિકાએ પાન, માવા, ગુટકા સિગરેટનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!