Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો ગુમ થતા ચકચાર, અપહરણની આશંકા એ પોલીસે તપાસ શરૂ કરી

Share

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બની છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. સૂત્રો અનુસાર સારંગપુર ગામમાં દુકાન ચલાવતા મોહમદ રાજુખાં મહોમદ સાદીકખાનની ૧૪ વર્ષની તોફાખાતુન અને ૧૩ વર્ષની રહેમતીખાતુન પિતાની દુકાનેથી ઘરે જવા રાતે ૯ વાગ્યા બાદના અરસામાં નીકળી હતી. આ બાળકીઓ ત્યારબાદ ઘરે પહોંચી જ ન હતી.

આસપાસ રમતી હોવાના અનુમાન વચ્ચે પ્રારંભે મામલાને ગંભીરતાથી ન લેવાયો હતો પરંતુ લાંબા સમય સુધી બાળકીઓ ઘરે ન પહોંચતા શોધખોળ શરૂ કરાઈ હતી. પિતાની દુકાનેથી ઘરે જવા નીકળેલી બાળકીઓ ઘરે ન પહોંચી હોવાની જાણ પરિવારજનો અને પોલીસને કરવામાં આવતા પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું હતું.

Advertisement

બાળકીઓનો આખીરાત શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો મળ્યો નથી. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આજ પ્રકારે અંક્લેશ્વરમાંથી રમતા રમતા લાપતા બનેલી ૯ વર્ષની બાળકી લાપતા બન્યા બાદ તેની તપાસ CBI ને સોંપાઈ છે. જે બાદ વધુ એકવાર એક સાથે બે જેટલી સગીરાઓ ગુમ થવાની ઘટના એ પંથકમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.


Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયાની વર્કઆઉટ લૂક બ્લેક ટર્ટલનેક ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર રૂરલ પોલીસે જુગાર રમતી બે મહિલા આરોપીઓને ઝડપી પાડી.

ProudOfGujarat

ગુજરાતી શાળાઓ અને વર્ગો બંધ થવાની અને અંગ્રેજી માધ્યમની શાળાઓ અને વર્ગો વધવાની બાબત ગુજરાત માટે ચિંતાનો વિષય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!