Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે SOG ના દરોડા, શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો તેમજ બોલેરો પીકઅપ ઝડપાઈ, બે ઈસમોની ધરપકડ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે, આ માર્કેટમાં અવારનવાર શંકાસ્પદ ભંગારના જથ્થા આવતા હોય પોલીસ વિભાગે પણ સતત અહીંયા પેટ્રોલિંગમાં વધારો કર્યો છે, જે બાદ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને સફળતા મળી છે, પોલીસે આઈસર ટેમ્પો તેમજ બોલેરો પીકઅપમાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડી લાખોના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંસાર માર્કેટ ખાતે આવેલ એસ. કે ટ્રેડર્સ સામે એક આઇસર ટેમ્પો નંબર GJ 16 AW 1796 ને રોકી ચેક કરતા તેના પાછળના ભાગે લોખંડના ભંગારનો શંકાસ્પદ ભંગારનો જથ્થો હોય જે અંગેના બિલ કે આધાર પુરાવા માંગતા તેમજ વાહનની આર સી બુક માંગતા ચાલક દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો, જે બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મામલે નિયામતભાઈ અકબરભાઈ પઠાણ રહે, કાપોદ્રા અંકલેશ્વરની ધરપકડ કરી આઈસર ટેમ્પો સહિત કુલ 1085600 નો મુદ્દામાલનો કબ્જો લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

તો બીજી બાજુ અંસાર માર્કેટ વિસ્તારમાં જ એસ.ઓ.જી પોલીસના કર્મીઓએ એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી નંબર GJ16 AV 8544 ને રોકી ચેક કરતા તેની પાછળનાં ભાગે શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો જોતા જેનું બિલ કે આધાર પુરાવા માંગતા ચાલક દ્વારા સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મામલે સદ્દામ નેકસે ખાન રહે. નવાગામ કરારવેલ અંકલેશ્વર નાઓની ધરપકડ કરી બોલેરો પીકઅપ સહિત કુલ 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલનો કબ્જો લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

રાજપારડી ગામે વીજ કંપની દ્વારા ટીસી પરના ઝંપરો પર રબરના કવર ચઢાવવામાં આવ્યા.

ProudOfGujarat

આમોદની ઢાઢર નદીમાં એક સાથે ૨૦ થી વધુ મગરોનું ઝુંડ નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : કૃષિ કાયદાઓનાં વિરોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં બહોળો પ્રતિસાદ સાંપડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!