Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી રમજાન ઈદની ઉજવણી કરી

Share

આજરોજ રમઝાન ઈદના પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી.

મુસ્લીમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવવામા આવી હતી.

Advertisement

રમજાન ઈદ અને પરશુરામ જયંતિ તહેવાર સાથે આવ્યા હતા એટલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસીમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. જોકે સંપૂર્ણ શાંતિ અને ભાઈચારાના માહોલ વચ્ચે બંને પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.


Share

Related posts

દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૬ માટે ભરૂચ જિલ્લાના ઉમેદવારો અરજી કરી શકશે

ProudOfGujarat

ભરૂચ ના ધોળીકૂઈ વિસ્તાર માં આવેલ અંબામાતા ના મંદિર નજીક જી ઈ બી ના ડીપી માં ધડાકાભેર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…….

ProudOfGujarat

ભરૂચના પાલેજ વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!