Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા રોડ પર રવિરત્ન મોટર્સમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાં ખાસ કરી અંકલેશ્વર પંથકમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે, તેવામાં વધુ એકવાર વીતેલા 24 કલાકમાં જ આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી હતી.

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ રવિરત્ન મોટર્સના વર્ક શોપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, આગ લાગવાની ઘટનાના પગલે આસપાસ ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી, આગની ઘટનામાં શો રૂમમાં રહેલ બે જેટલી કાર આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી, તેમજ અંદર રહેલા પક્ષીઓ પણ આગની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement

અચાનક લાગેલ આગ લાગવાની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ લાયબંબા સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે શો રૂમને નુકશાની થવા પામી હતી.


Share

Related posts

વડોદરા : યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલી આપવાના નામે 16.50 લાખની ઠગાઈ, પોલીસ કમિશનર સમક્ષ કરાઇ રજૂઆત.

ProudOfGujarat

સુરતમાં ટ્રકમાંથી પોલીસે 3350 નંગ દારૂની બોટલના 18 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીને ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ : પૂર અસરગ્રસ્ત વેપારીવર્ગ સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!