Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલી આપવાના નામે 16.50 લાખની ઠગાઈ, પોલીસ કમિશનર સમક્ષ કરાઇ રજૂઆત.

Share

વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીને યુક્રેન મોકલી આપવાના બહાને 16.50 લાખની ઠગાઇ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી ન કરતા આજે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

વડોદરા શહેરના ગોરવા આઇટીઆઇ રોડ નજીક બરોડા સકયમાં સોમેશ હેડાઉ રહે છે જે નાગપુર યુનિવર્સિટીમાંથી બી.ઇ.મેકેનિકલ કર્યું છે આગળ અભ્યાસ અર્થે જર્મનીમાં જે કામ કરવાની ઈચ્છા હતી જેમાં ગેંડા સર્કલ પાસે આવેલી એપલોન્ટીસ ટ્રાઇમ ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવતા અનિલ ચંદ્રકાંત પારેખનો સંપર્ક કર્યો હતો તેઓએ તેની જર્મની નહીં પરંતુ યુક્રેન મોકલી આપવાનું જણાવી રૂપિયા 16.50 લીધા હતા પરંતુ યુક્રેનથી સોમેશને પરત ફરવું પડયું હતું જેને લઈ સોમેશને સમજાયું હતું કે તેની સાથે છેતરપીંડી થઈ છે જે અંગેની ફરિયાદ ગોરવા પોલીસ મથક ખાતે નોંધાવી હતી પરંતુ પોલીસે કોઇ પગલાં ન લેતાં આજે સોમેશ અને તેના વકીલે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. આ કેસમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરનાર અનિલ પારેખે ગોરવા પોલીસ મથકે લેખીતમા ગુનાની કબૂલાત કરી હતી તેમ છતાં પૈસાની છેતરપીંડી કરનાર સામે પોલીસે કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરતાં અંતે પોલીસ કમિશનર સમક્ષ તથા તેના વકીલે આજે લેખિત ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

દીવ માં પાંચમા દિવસે પણ વરસાદ યથાવત..

ProudOfGujarat

પાટણના ધારપુર મેડીકલ કોલેજમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નેત્રંગમાં ધોધમાર વરસાદ : ૨૪ કલાકમાં સાડા ત્રણથી ઇંચથી વધુ વરસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!