Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાટણના ધારપુર મેડીકલ કોલેજમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ.

Share

પાટણના ધારપુર મેડીકલ કોલેજમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ. વસ્તી નિયંત્રણમાં જનભાગીદારી થશે તો જ સાર્થકતા જળવાશે. પાટણ જીલ્લા વિકાસ અધિકારી સયુંકત રાષ્ટ્ર્રની પહેલથી દર વર્ષે વિશ્વ વસ્તી દિનની ઉજવણી 11 જુલાઈના રોજ કરવામાં આવે છે.

વિશ્વ વસ્તી દિવસ ઉજવવાનું ઉદેશ્ય વસ્તીના પ્રશ્નોને લગતી જાગૃતિ લોકોમાં ફેલાય તે માટે વસ્તી દિન ઉજવાય છે. વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે ખાતે 11 જુલાઈ 2022 વિશ્વ વસ્તી દિવસ ઉજવણી વર્કશોપ જી. એમ. આર. એસ.મેડીકલ કોલેજ ધારપુર ખાતે વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં જાગૃત્તિ લાવવા વિવિઘ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણના ધારપુર જી. એમ. આર. એસ.મેડિકલ કોલેજ, ધારપુર મુકામે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ. દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત બાદ વિશ્વ વસ્તી દિવસ પર નાટક ભજવવામાં આવ્યું હતું. જે બાદ આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરનાર આરોગ્ય કર્મચાઆરીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કાર્યક્રમને સંબોધતા માનનીય પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકીએ જણાવ્યું કે ભારતમાં આજે વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા વસ્તી વધારાને નિયંત્રિત કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રયત્નોમાં જનભાગીદારી આવશ્યક છે. આરોગ્ય કર્મચારીઓને અપીલ કરી હતી કે લોકો પાસે જાઓ છો ત્યારે તેમને શિબિરના માધ્યમથી, વાર્તા સ્વરૂપે, લોકોને સમજાવીને વસ્તી નિયંત્રણ અભિયાનને વેગવતું બનાવીએ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. દિવ્યેશ પટેલ અને આર.સી.એચ. અધિકારી ર્ડા. વિષ્ણુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આરોગ્ય કર્મીયોગી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો અને પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદના ઈપકોવાલા હૉલ ખાતે વંદે ગુજરાત અંતર્ગત વિકાસ રથનુ આગમન.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ઇદે મિલાદુન્નબી કમિટી સાથે મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ કસક જલારામ હોલ ખાતે ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનોની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!