Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી

Share

આજરોજ ઈદઉલ અદહા પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ સ્થાનીક મસ્જીદમાં ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી.

મુસ્લીમોના ઇદઉલ અદહાને હજ્જના મહીના તરીકે પણ કહેવાય છે. આ મહીનામાં પવિત્ર હજ્જ પણ અદા કરવામાં આવે છે. અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ઈદની નમાઝનું આયોજન ખુબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવવામા આવી હતી.

Advertisement

બકરી ઈદમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસીમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. જોકે સંપૂર્ણ શાંતિ અને ભાઈચારાના માહોલ વચ્ચે પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી. આ લખાઇ રહ્યું ત્યાં સુધી ખુબ જ શાંતીથી દરેક ઠેકાણે કુરબાની પણ થઇ રહી છે.


Share

Related posts

માંગરોળમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેલી 700 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપલાઇનમાંથી ઠેર ઠેર ચેકવાલની ચોરી…

ProudOfGujarat

દહેજની વેલસ્પન કંપની બહાર કામદારોનો ઉગ્ર વિરોધ : દહેજ ઈન્ડસ્ટ્રીઝ મેં શોર હૈં, વેલ્સપન કંપની ચોર હૈં ના સૂત્રોચ્ચાર કરાયા.

ProudOfGujarat

વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!