Proud of Gujarat
FeaturedGujaratINDIA

બજાજ ફિનસર્વ એએમસીએ બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું

Share

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ ફિનસર્વ એએમસી) જે ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વનો હિસ્સો છે, તેણે બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં દાખલ કરેલી પ્રથમ સાત સ્કીમ્સમાંથી આ બે સ્કીમ્સ છે.

બજાજ ફિનસર્વને માર્ચ 2023 માં સેબી તરફથી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે તેની મ્યુચ્યુઅલ ફંડ કામગીરી શરૂ કરવા માટે અંતિમ નોંધણી પ્રાપ્ત થઈ હતી.

Advertisement

બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે માર્ચ અને એપ્રિલ 2023માં સેબીમાં તેની પ્રથમ સાત સ્કીમ ફાઇલ કરી હતી, આમાં લિક્વિડ ફંડ, મની માર્કેટ ફંડ, ઓવરનાઈટ ફંડ, આર્બિટ્રેજ ફંડ, લાર્જ એન્ડ મિડ-કેપ ફંડ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને ફ્લેક્સી કેપ ફંડનો સમાવેશ છે.

બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જે 91 દિવસ સુધીની મહત્તમ પાકતી મુદત સાથે ડેબ્ટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે અને તે ઇમરજન્સી ફંડ બનાવવા માટે યોગ્ય છે કારણ કે તે સરળ લિક્વિડિટી અને ઝડપી રિડેમ્પશન વિકલ્પો પ્રદાન કરે છે.

અન્યત્ર જમાવવામાં ન આવે ત્યાં સુધી ટૂંકા ગાળા માટે સતત મોટી રકમ પાર્ક કરવાની જરૂર હોય છે, બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ ઓવરનાઈટ પાકતી મુદત સાથેના મની માર્કેટ અને ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. આ ફંડ એવા ઉદ્યોગસાહસિકો અને કોર્પોરેટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમને તેમનું મોટી રકમનું ભંડોળ યોગ્ય રોકાણ થાય નહીં ત્યાં સુધી ટૂંકા ગાળા માટે સતત રોકાણ કરવાની જરૂર પડે છે.

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગણેશ મોહને જણાવ્યું હતું કે, “બજાજ ફિનસર્વ એએમસીમાં અમે માનીએ છીએ કે તમારા નાણાનો દરરોજ પૂરતો ઉપયોગ થવો જરૂરી છે. તમારા બચત અથવા કરન્ટ એકાઉન્ટમાં નિષ્ક્રિય પડેલા પૈસા તેનાથી વિપરીત કરે છે. પ્રવાહિતા અને વળતર બંનેને સંતુલિત કરવા માટે લિક્વિડ ફંડ એ એક સરસ રીત છે જ્યારે ઓવરનાઈટ ફંડ્સ ખાતરી કરે છે કે તમારા નાણા થોડા દિવસોના ટૂંકા ગાળાના રોકાણમાં પણ વધે છે. અમારી સમજણપૂર્વકની જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓ સાથે, અમે હંમેશા રોકાણની સલામતીને પ્રાથમિકતા આપશું અને ત્યારબાદ પ્રવાહિતા અને પછી વળતર ઉપર ધ્યાન આપશું.”

આ બંને ડેટ ફંડ રિટેલ, એચએનઆઈ અને સંસ્થાકીય રોકાણકારો માટે ડિઝાઈન કરાયા છે અને તે 20,000થી વધુ મ્યુચ્યુઅલ ફંડ વિતરકો તેમજ કંપનીની ડિજિટલ ચેનલો દ્વારા ઉપલબ્ધ થશે. ભાવિ માટે તૈયાર એસેટ મેનેજમેન્ટ કંપની બનાવવા માટે વિવિધ ટચપોઇન્ટ્સ અને ભૌગોલિક વિસ્તારોમાં રોકાણકારોને સેવા આપવા માટે ટેક-આધારિત, મલ્ટિ-ચેનલ અભિગમ બનાવવાની કંપનીની એકંદર વ્યૂહરચના સાથે આ સુસંગત છે.

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ દ્વારા ફિક્સ્ડ ઈન્કમ પ્રોડક્ટ્સની રજૂઆત તેના પ્રોડક્ટ માળખા બનાવવાની શરૂઆત છે. કંપની ટૂંક સમયમાં ઇક્વિટી અને હાઇબ્રિડ પ્રોડક્ટ્સ રજૂ કરવા માટે તૈયાર છે, જે તેના ગ્રાહકોને રોકાણ વિકલ્પોની વિવિધ શ્રેણી ઓફર કરે છે.


Share

Related posts

મહારાષ્ટ્રના પાલઘરથી કદમ કદમ બઢાવી 7500 કિલોમીટરની પગપાળા હજ યાત્રાએ નીકળી યુવતી..

ProudOfGujarat

ઝઘડિયા બેઠક પર ચુંટણીને લઇને છોટુભાઇ વસાવા પરિવારમાં સર્જાયેલ વિવાદનો અંત.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના રાજપીપળામાં 50 વર્ષનો એક આધેડ પોતાનું જીવનું જોખમમાં નાખી લોકોના જીવ બચાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!