Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે ચોકસી બજારમાં રહેતા એક બુટલેગરની ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અટકાયત કરી.

Share

અંકલેશ્વર શહેર પોલીસે ચોકસી બજારમાં રહેતા એક બુટલેગરની ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અટકાયત કરી હતી. આ બુટલેગર અંકલેશ્વર નગરપાલિકામાં વેરા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદનના વેરા વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતો કર્મચારી અર્પિત સુણેવવાલાની શહેર પોલીસે રૂ.8,400 નાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે અર્પિતના ચોકસી બજાર સ્થિત ઘરમાં રેડ કરી હતી.પોલીસે દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી છેલ્લા 15 વર્ષથી નગર પાલિકામાં રોજમદાર તરીકે કામ કરે છે.

Advertisement

Share

Related posts

માંગરોળમાં આરોગ્ય કર્મચારીઓનું વાર્ષિક સંમેલન યોજાયું.

ProudOfGujarat

સાગબારા તાલુકાનાં કોડબા ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

અમદાવાદ : સરખેજમાં મહિલા પર 3 રાઉન્ડ ફાયરીંગની ઘટનાથી ચકચાર, મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!