Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર નજીક વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર બ્રિજનાં બ્લોકની પ્લેટ ધરાશાયી થતાં એક કામદારનું મોત.

Share

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર નજીક આવેલ શક્કપોર ગામ પાસે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજનાં બ્લોકની પ્લેટ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.વિશાળકાય ક્રેઇનનાં ડ્રાઇવરે સંતુલન ગુમાવી દેતાં અકસ્માતનો આ બનાવ બન્યો હોવાની વિગતો બહાર આવી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ મૃતદેહને પી.એમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં પણ ઓમિક્રોન સબવેરીયન્ટ BF.7 ના શંકાસ્પદ કેસો નોંધાયા, જાણો કેટલા છે કેસો

ProudOfGujarat

ભરૂચના NDPS એક્ટના નાસતા ફરતા આરોપીને મંગલદીપ સોસાયટી ખાતેથી ઝડપી પાડતી એસઓજીની ટીમ

ProudOfGujarat

ભરૂચ : મકતમપુર જી.ઈ.બી કચેરી ખાતે ઉર્જા વિભાગનાં કર્મચારીઓને કોવિડ-19 ની રસીનો દ્વિતીય ડોઝ આપવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!