Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે ચોરીની ઘટના બની જાણો વધુ.

Share

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં ઉપરાચાપરી ત્રણ ચોરીનાં બનાવો બનતા લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે, તો દુકાનદારો સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસતંત્ર દ્વારા થતી પેટ્રોલીંગની કાર્યવાહી અંગે લોકોમાં શંકા કુશંકા ફેલાઈ ગઈ છે. ત્યારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ વિસ્તરમાં આવેલ સ્વાસ્તિક પાર્ક સોસાયટીનાં એક મકાનમાં ચોરી થઈ હતી.

જેમાં સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. 3 લાખ કરતાં વધુ મત્તાની ચોરી થઈ હતી. આ અંગે બરખા શ્યામકલમ પાંડેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે સાથે સારંગપૂર વિસ્તારમાં ટ્રકની ઉઠાંતરી થઈ હોવાનો પણ બનાવ નોંધાયો હતો.

આ સાથે રાજપીપળા ચોકડી વિસ્તારમાં એક દુકાનને ટાર્ગેટ બનાવી તસ્કરોએ રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ચોરીનાં વધતાં જતાં બનાવનાં પગલે લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. તેથી પોલીસતંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનાં ૨૧૮૫ જેટલા દિવ્યાંગ મતદારોને મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર વિશેષ સુવિધા પુરી પાડશે…

ProudOfGujarat

લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ

ProudOfGujarat

કેટલાક લોકો કોંગ્રેસનો ખેસ પહેરવા થનગની રહ્યા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!