Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રિલાયન્સ મોલની સામે રાત્રિનાં 2 વાગ્યાનાં અરસામાં કારમાં પિસ્તોલ, તમંચા તેમજ જીવતા કારતૂસ સાથે પરપ્રાંતીય ઝડપાયો.

Share

ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી અંગે ઘણા પ્રશ્નાર્થ ખડા થયા છે તેવામાં પાંચબત્તી વિસ્તારમાં તાજેતરમાં થયેલા લૂંટનાં બનાવ અંગે પાંચબત્તી વિસ્તાર અને સેવાશ્રમ રોડએ અસામાજિક તત્વો માટે મહત્વનાં બની ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. તા.16-9-2020 ની મોડી રાત્રિનાં 2 વાગ્યાનાં અરસામાં રાહુલસિંહ નાનકસિંહ ખંડેલવાલા હાલ રહે. શ્રીજી દર્શન સોસાયટી ઝાડેશ્વર, પોતાની હ્યુન્ડાઇ વરના કારમાં એક પિસ્તોલ, બે તમંચા અને 29 જીવતા કારતૂસો લઈ ઊભો હતો તેવામાં એલ.સી.બી. નાં પી.એસ.આઇ. એ. એસ.ચૌહાણએ આરોપીને ઝડપી પાડયો હતો. આ બનાવમાં કુલ 5.69 લાખની મત્તા પોલીસે જપ્ત કરી વધુ તપાસ એસ.ઓ.જી. નાં પી.આઇ. પી.એન.પટેલ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર ખરોડ પાટિયા પાસે ૩ થી ૪ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૧૦ થી વધુ લોકો ને ઈજાઓ પહોચતા તમામ ને સારવાર અર્થે ખસેડાયા હતા ………

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક ટ્રક ચા નાં ગલ્લામાં ઘુસી જતા દોડધામ…

ProudOfGujarat

કરજણ તાલુકા સેવાસદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!