Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં રૂપિયા ૧.૫૯ કરોડથી વધુના કોપરનો જથ્થો ભરેલ ટ્રેલર ચોરીના મામલામાં ૨ શખ્સો ની ધરપકડ

Share

રાજસ્થાન પોલીસની મદદથી જોધપુર થી ટ્રેલર ચાલક સહીત સાગરીત ને ઝડપી લેવાયા,અંકલેશ્વર શહેર પોલીસે કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ રાધાકૃષ્ણ હોટલના કમ્પાઉન્ડ માં આવેલી મહેશ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના ટ્રેઇલરનો ચાલક રૂપિયા ૧.૫૯ કરોડથી વધુના કોપરના બંડલ ભરેલ ટ્રેઇલર લઈને ફરાર થઈ જવાના મામલમાં શહેર પોલીસે ટ્રેઇલર ચાલક સહીત તેના સાગરીત ને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ રીતુ રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટના ૩ ટ્રેઇલર ગત તા. ૮ મી જાન્યુઆરી ના રોજ દહેજની બિરલા કંપનીમાંથી ૧૦૦ ટન કોપરના બંડલ ભરી કલકત્તાના હાવડાની હિન્ડાલ્કો કંપનીમાં ખાલી કરવા જવા રવાના થયા હતા. તે દરમ્યાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ રાધાકૃષ્ણ હોટલના કમ્પાઉન્ડ ખાતે આવેલ મહેશ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનું ટ્રેઇલર નો ચાલક ભંવરલાલ ગંગારામ હાવડા ખાતે જવા નીકળ્યો હતો જે ટ્રેઇલરનું છેલ્લું જી.પી.એસ મહારાષ્ટ્રના બાલાપુર, અકોલા આવ્યું હતું. જે બાદ ટ્રેઇલર ચાલક પોતાનું ફોન અને જીપીએસ સિસ્ટમ બંધ કરી રૂપિયા ૧,૫૯ કરોડથી વધુના કોપરનો જથ્થો ભરેલ ટ્રેઇલર લઈ ફરાર થઇ ગયો હતો ત્યારે કોપર ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન માહિતી ના આધારે રાજસ્થાન પોલીસ ની મદદ થી ટ્રેઇલર ચાલક ભંવરલાલ ગંગારામ અને તેના સાથીદાર રમેશ બીસ્મીલ ને ઝડપી લીધા હતા શહેર પોલીસે બન્ને નો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : સોનગઢમાં ખ્રિસ્તી ધર્મના પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનાં વિરોધમાં પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર..

ProudOfGujarat

ડ્રાઇવરની ઊંઘ નો ફાયદો ઉઠાવી ૧૩ લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!