Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : હોટલ સિલ્વર સેવનનાં પાર્કીંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ એલ.સી.બી. એ ગઇ તા. -૦૯/૧૧/૨૦૨૦ નાં રોજ અંકલેશ્વર પોલીસ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અંકલેશ્વર નજીકની હોટલ પાસેથી ટ્રકમાં ભરેલ જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તાજેતરમાં અંક્લેશ્વર ત્રણ રસ્તા પાસે આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સ ઓફીસમાં થયેલ લુંટના ગુના અનુસંધાને પોલીસ મહાનિરિક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી ગુનો શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર જે.એન ઝાલા એલ.સી.બી ભરૂચ નાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી તથા એસ.ઓ.જી તેમજ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોની અલગ – અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ છે તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ને મળેલ બાતમી મુજબ કાર્યવાહી કરતા અંક્લેશ્વર ને.હા. – ૪૮ ઉપર આવેલ હોટલ સિલ્વર સેવનનાં પાર્કિગમાં ટ્રકમાં પ્લાસ્ટીકના કેરેટોનું કવરીંગ કરી ટ્રકમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે વોચ કરતા બાતમી હકીકત મુજબની ટ્રક મળી આવેલ હતી, પરંતુ ટ્રક સાથે કોઇ હાજર ન હોય ટ્રકમાં ખાત્રી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરનાં કુલ બોક્ષ નંગ-૪૬૫ જેમાં કુલ બોટલ ટીન નંગ- ૨૦,૧૮૨ જેની કિંમત રૂ. ૧૩,૪૩,૨૦૦ / – નો જથ્થો મળી આવતા મળી આવેલ દારૂ તથા ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ. ૧૮,૪૯,૪૦૦ /- નો મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરેલ છે અને ટ્રક માલીક તથા ટ્રક ચાલક વિરુદ્ધ અંક્લેશ્વર શહેર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : સારસા ગામની છ વર્ષની બાળકીએ જીંદગીનો પ્રથમ રોજો રાખ્યો.

ProudOfGujarat

છોટાઉદેપુર : ‘એક યુદ્ધ નશાની વિરુદ્ધ’ થીમ હેઠળ એસએફ હાઈસ્કુલના એનએસએસના વિદ્યાર્થીઓએ રેલી યોજી.

ProudOfGujarat

ભરૂચ ડાયટ ખાતે ક્રિયાત્મક સંશોધન કાર્યશાળા શિક્ષકો માટે યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!