Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી જુગાર રમતાં 4 જુગારીઓ ઝડપાયા.

Share

અંકલેશ્વર પંથકમાં જુગારની બંધી ખૂબ મોટાપાયે ફેલાઈ ગઈ છે તે બાબતનું સમર્થન આપતો એક બનાવ બન્યો હતો જેમાં અંકલેશ્વર GIDC પોલીસે જુગાર રમતા 4 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વિગતે જોતાં ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પી.આઇ આર.એન કરમટીયા તથા સ્ટાફ દ્વારા અંકલેશ્વર GIDC વિસ્તારનાં ભડકોદ્રા ગામમાં આવેલ વૃંદાવન સોસાયટીનાં ગેટ પાસે ગોળ કુંડાળુંવળી પત્તા પાનાનો જુગાર રમાતો હતો તેવી બાતમીનાં આધારે અંકલેશ્વર GIDC પોલીસે રેડ કરતાં કુલ 4 જુગારીઓ ઝડપાયા હતા જેમની અંગ ઝડતીનાં કુલ રોકડા રૂ. 13,100 તેમજ દાવ પરનાં રૂ. 5690 તથા પત્તા પાનાં મળી કુલ 18,790 નાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા. આ જુગારીઓમાં 1) સોનું ઉર્ફે અજયભાઈ સંતોષભાઈ 2) સુનિલભાઈ ગુલાબસિંગ 3) ભરતભાઇ રામઅવતાર 4) અક્ષયભાઇ તાનાજીભાઈ નાઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : એડમિશન પ્રક્રિયાને લઇ MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનનો વિરોધ, યોગ્ય ઉકેલ નહીં આવી તો ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

નબીપુર નેશનલ હાઇવે નં. 48 પર થી રૂપિયા 50 લાખ થી વધુનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ*

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બ્લેક ફંગ્સનો પ્રવેશ :વાગરાના કેરવાડામાં એક જ ઘરના બે સભ્યોને વડોદરા એસ. એસ. જી ખાતે ખસેડવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!