Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નોબારીયા સ્કૂલ પાસે રસ્તાની દુબળી કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ કર્યા સવાલો જાણો વધું

Share

ભરૂચના નોબારીયા સ્કૂલ પાસે આર.સી.સી ના કામમાં ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. અંકલેશ્વરના નોબારીયામાં શાળા પાસેનો બિસ્માર માર્ગનું કામ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. જેમાં તીરડો પડી ગઈ તેવી સ્થાનિક રહેવાસીઓએ વિડિયો વાયરલ કર્યા છે. અહીંના વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે જ આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડમાં હાલ તિરાડો પડી ગઈ છે. અત્યંત નબળી કક્ષાનો માલ મટિરિયલ વપરાયું હોય તેવા અહીંના રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે. આ વિસ્તારમાં વસવાટ કરતાં જાગૃત નાગરિકે આ રસ્તાનો વિડીયો અને ફોટા વાયરલ કરી અંકલેશ્વર નગરપાલિકાની ભ્રષ્ટ નીતિ સામે અને નબળી કામગીરીના આક્ષેપો કરી સવાલો ઉભા કર્યા છે. અત્રે નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા અનેક પ્રકારના કાર્યોમાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી હોય છે. પરંતુ અહીં સપ્તાહ પહેલા બનાવાયેલા રોડ વિશેના વિડીયો સ્થાનિક રહેવાસીઓએ બહાર પાડી ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને ખુલ્લી પાડી છે. અહીં વસવાટ કરતાં રહેવાસીઓએ જણાવ્યું છે કે આ બનાવાયેલ રોડ અત્યંત નબળી કક્ષાનો છે. સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ખેડા તાલુકામાં વાત્રક-મેશ્વો નદી પર બની રહેલ નવ નિર્માણ બ્રિજનું સ્ટ્રકચર પાણીના તીવ્ર પ્રવાહના કારણે એકાએક તૂટી પડ્યું

ProudOfGujarat

વડોદરા : ડભોઇના ચાણોદ કરનાળીના બ્રિજ ઉપરથી નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનો અનોખો નજારો.

ProudOfGujarat

વડોદરાની નંદેસરી જીઆઇડીસીના સભ્યો સાથે ઔદ્યોગિક પ્રશ્નોની છણાવટ કરતાં ધારાસભ્ય પુંજાભાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!