Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ભંગારનાં ગોડાઉનોમાં ભીષણ આગથી અફરાતફરી, ૫ થી વધુ ફાયરની મદદથી આગ પર મેળવાયો કાબુ.

Share

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા ભંગારના 3 થી વધુ ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 8 થી વધુ ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પાર કાબુ મેળવ્યો હતો.

ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં છાશવારે આવા બનાવો બને છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકપછી એક એમ ત્રણ ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા હતા જેના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ 8 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પાર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : સંખેડાના ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પિરામમણ નાકા થી ત્રણ રસ્તા સર્કલ સુધીના રોડ પર ફ્રૂટ્સના લારી-ગલ્લા અને હોટલોમાં ચેકીંગ હાથ ધરાયુ…

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પરથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!