Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર પોલીસે ઘરની બહાર પાર્ક કરેલી ફોરવ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો.

Share

અંકલેશ્વરના પટેલ નગર વિસ્તાર પાસે આવેલ મમતા સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈની ગાડીમાંથી હજારો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર વિદેશી દારૂના વેપલાઓએ માથું ઉચક્યું છે, ગેરકૃત્ય કરનારાઓ બેફામ બનીને ભારતીય બનાવાટના વિદેશી દારૂનું ખુલ્લેઆમ ગેરકાનૂની કૃત્ય રહ્યા છે તે અંગે ભરૂચ પોલીસ સક્રિય બની છે.

Advertisement

અંકલેશ્વર પોલોસને મળેલ બાતમીને આધારે અંકલેશ્વર પોલીસ ગડખોલ ગામે આવેલ મમતા નગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ લાજરશભાઈ વસાવા તેમનાં ઘરની પાસે પાર્ક કરેલ સિલ્વર ફોર વ્હીલ ગાડી નંબર GJ 16 AA 9372 માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરતો હતો. જેમાં અંકલેશ્વર પોલીસ દ્વારા ખાનગી વાહન મારફતે બાતમી વાળી જ્ગ્યા પર પહોચતા આરોપીએ ફોર વ્હીલ ગાડીની પાછળની સિટ ઉપર ખાખી કલરના બોક્સમાં અને પ્લાસ્ટિકના થેલામાં તથા મીણિયા થેલા ભારતીય બનાવટનો જુદી જુદી બનાવટનો ઇંગ્લિશ દારૂનો 750 મીલી નાની બોટલો નંગ 62 જેની કુલ કિંમત 24,800/- તથા 180 મીલીની 96 નંગ બોટલો જેની કિંમત રૂ. 9600/- સહિત બીયર ટીન નંગ 36 જેની કિંમત 3600/- સાથે ફોર વ્હીલર ગાડી જેની કિંમત રૂ. 30,000/- એક મોબાઈલ જેની કિંમત 500/- મળીને કુલ રૂ. 68,500/- નો મુદ્દામલ સહિત આરોપીની અંકલેશ્વર શહેર પોલીસે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મુકેશભાઇ વસાવા , અંકલેશ્વર.


Share

Related posts

સુરેન્દ્રનગર : ચુડાના મીણાપુર ગામનો યુવક લાપતા થતાં કેનાલમાં શોધખોળ કરાઇ.

ProudOfGujarat

વાલ્મિકી સમાજના અને ભાજપમાં કાર્યરત કાર્યકરો સહિત અન્ય લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રદુષણ બાબતે હાઇકોર્ટ માં આજે પણ કોર્ટે સખ્ત ટિપ્પણી કરી અત્યાર સુધી થયેલ કાર્યવાહી પ્રત્યે નારાજગી દર્શાવી.*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!