Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોડાસા લાયન્સ ક્લબ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

Share

લાયન્સ ક્લબ ઓફ મોડાસા અને સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રીમતી કપિલાબેન જે શાહ શિશુ અને મહિલા કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત શ્રી તુલસીદાસ પી. શાહ દ્રષ્ટિ કેન્દ્રના સહયોગથી મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન લાયન્સ સેવા મંદિર, બહેરા- મૂંગાસ્કૂલમાં કરવામાં આવ્યું હતુ. કેમ્પનો મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો દર્દીઓને આંખની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી.

પોરેચા આંખની હોસ્પિટલ બારેજા અમદાવાદના આંખના તબીબ ટીમ દ્વારા કેમ્પનો લાભ લેનાર દર્દીઓની આંખોની તપાસ કરી જેને મોતિયાનું ઓપરેશન કરવાનું થતું હોય તેઓને વાત્રક હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને બીજી કઈ આંખની તકલીફ હોય તેઓને ત્યાંથી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં 74 દર્દીઓનું આઈ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબ મોડાસાના પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ ર્ડો.મનીષભાઈ પટેલ, ઉપપ્રમુખ જય અમીન, મંત્રી અરવિંદભાઈ પ્રણામી ડી.સી.ચેરમેન પરેશભાઈ શાહ, લા. ગીરીશભાઈ પટેલ,લા.ર્ડો એસ.ટી.પટેલ, લાયન્સ સેવા મંદિરના પ્રમુખ ર્ડો. ટી. બી.પટેલ, મંત્રી મનુભાઈ પટેલ અને અન્નપૂર્ણા ટ્રસ્ટ સભ્યોએ સેવા કાર્યોમાં મદદરૂપ થયા હતા લાયન્સ ક્લબના સભ્યો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

ProudOfGujarat

બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતિષ નિશાળીયા અને ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ ચૂંટાયા

ProudOfGujarat

ગોધરામા બાબા સાહેબ આંબેડકરની જન્મજંયતીની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!