Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

બારડોલી રેલવે સ્ટેશન પર વહેલી સવારે એક ધાભળામાં લપેટેલું 6 માસ નું નવજાત બાળક બિનવારસી મળી આવ્યું

Share

આજ રોજ વહેલી સવારે બારડોલી રેલ્વે સ્ટેશન પર એક ધાબળામાં માસૂમ ૬ મહિનાનું નવ જાત બાળક મળી આવતા અરેરાટી મચી જવા પામી હતી.

બનાવની મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારે બારડોલી સ્ટેશન પર ધાબળામાં એક બાળક મળી આવતા રેલવે પોલીસે 108 ને જાણ કરી હતી. ત્યારે સરદાર હોસ્પિટલનાં સ્ટાફે દોડી જઈ બાળકને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ ખાતે લાવી તેની સારવાર કરવામાં આવી હતી ત્યારે તેની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

Advertisement

જો કે બાળકને કોણ મૂકી ગયું એને કેમ એ તો તપાસનો વિષય બને છે… પરંતુ આટલા નાના બાળકને કોઈ આવી રીતે રસ્તામાં છોડી દેવું એવી ઘટનાથી હૃદય કંપી ઉઠે છે.

તો બીજી તરફ ઘણા લોકો પોતાના કાર્યથી સારૂ એવું ઉદાહરણ આપી જતા હોય છે. બાળક ને બારડોલી ની સરદાર હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યું છે અને હોસ્પિટલની જ એક મહિલા બાળકને ધાવણ આપી તેની દેખરેખ રાખી રહી છે.

 

 


Share

Related posts

પંચમહાલ-ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો નીકળ્યા…

ProudOfGujarat

અંકલેશ્વર : આઇસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે આરોપીની અટક…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ફુરજા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મંદિર પરિસરમાં જ સાદગી પૂર્વક રથયાત્રા નીકળી.

ProudOfGujarat
error: Content is protected !!