Proud of Gujarat
FeaturedGujaratINDIA

-ભરૂચ ના મારુતિ નગર વિસ્તાર ના રહીશો દ્વારા રસ્તા અને સફાઈ ના મુદ્દે સ્થાનિકો એ જીલ્લા સમાહર્તા અને પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી

Share

ભરૂચ નગર પાલિકા ના વોર્ડ નંબર ૮ વિસ્તાર માં આવેલ મારૂતિ નગર અને ન્યુ આનંદ નગર સોસાયટી ના રહીશો એ આજ રોજ મોટી સંખ્યા માં ભેગા થઇ જીલ્લા કલેકટર તેમજ પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવ્યું હતું ……
આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભરૂચ શહેર ના વોર્ડ નંબર ૮ માં આવેલ મારુતિ નગર તેમજ ન્યુ આનંદ નગર વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી પાણી અને રસ્તા બાબત ની સમસ્યા લોકો માટે ખુબજ માથા ના દુખાવા સમાન બની છે…
અવાર નવાર તંત્ર માં રજૂઆતો કરવા છતાં આ વિસ્તાર ના રહીશો ની વેદના કોઈ સાંભળતું નથી અને કંતારેલા લોકો આખરે જીલ્લા સમાહર્તા અને પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વહેલી તકે તેઓ ની સમસ્યાઓનો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસો માં હાઉસ ટેક્સ નો બહિષ્કાર કરી તંત્ર માં કોઈ પણ પ્રકાર નો ટેક્સ ભરવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી….

Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મોસમ જામી, વિવિધ રાજકીય પક્ષોએ પ્રચારનાં શ્રી ગણેશ કર્યા…પ્રજા વચ્ચે જઇ મત આપવા કરાઈ અપીલો…

ProudOfGujarat

લખનઉના હઝરતગંજની એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં બે નાં મોત નિપજ્યા.

ProudOfGujarat

સુરતનાં પાંડેસરાની તેરેનામ ચોકડી પાસે આવેલ ખાડીમાંથી યુવકની લાશ મળી આવી હતી યુવાનનાં હાથ ઉપર ઇજાનાં નિશાન હોવાથી પોલીસ આ યુવાનની હત્યા કરી છે કે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!