Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર માં એક તરફ પાણી નો કકળાટ અને લોકો માં રોષ છવાયો છે તો બીજી તરફ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી પહેલા શહેર ના માર્ગો ઉપર ના ડિવાઈડર ની સાફ સફાઈ કરવા ફાયર ના કર્મીઓ હજારો લીટર પાણી નો વેડફી રહ્યા છે…….

Share

                               
  માં નર્મદા નદી ના તટે વસેલું ભરૂચ શહેર માં હંમેશા પાણી બાબતે લોકો માં રોષ અવાર નવાર જોવા મળ્યો છે…નદી માં પાણી જોઈ ભરૂચીઓ કિનારા ઉપર રજાઓ ના દિવસે આનંદ નો લાહવો તો લે છે..પરંતુ વાસ્તવિકતા તેઓના ઘરો માં કંઈક અલગ જ જોવા મળતી હોય છે…………..
ભરૂચ શહેર ના નગર પાલિકા ની હદ કાર આવેલ હજુ પણ એવા કેટલાય વિસ્તારો છે જે પાણી ની બુંદ બુંદ માટે તરસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે …તો કેટલાક સ્થાનો ઉપર તો લોકો રૂપિયા ખર્ચી પાણી ની તરસ છીપવવા તેમજ વપરાસ માટે લેવા મજબુર બન્યા છે……………….
ગ્રાઉન્ડ ઝીરો ઉપર કોર્પોરેટરો થી લઇ વિધાનસભા.લોકસભા.રાજ્ય સભા અને મંત્રી પદો સુધી ભરૂચ જીલ્લા ની નેતાગીરી આજે પહોંચી ચુકી છે…પરંતુ વર્તમાન સમય માં ભરૂચ ની જનતા ની કમનસીબી સમજો કે નબળી નેતાગીરી નું ઉદાહરણરૂપી સમસ્યા ના કારણે આજે પણ લોકો ના ઘરો સુધી પાણી પહોંચાડવા માં તંત્ર નિષ્ફળ રહ્યું છે……
એક તરફ જનતા પાણી માટે વલખા મારી રહી છે રોજ મ રોજ શહેર માંથી ઊઠતી પાણી ની સમસ્યા છાપાઓ તેમજ ટેલિવિઝન સ્ક્રીનો  ઉપર સમય અને કોલમ ભરવા માટે નું સાધન બની ગયું છે તેમ જાડી ચામડી ના તંત્ર ઉપર થી હવે લાગી રહ્યું છે ….તો બીજી તરફ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ના ભાગ રૂપે તંત્ર ભરૂચ શહેર ના વિવિધ માર્ગો ઉપર ના ડિવાઈડરો હજારો લીટર પાણી ને વેડફીને ફાયર કર્મીઓ ચોખ્ખા પાણી થી સાફ સફાઈ કરતા હોય તે પ્રકાર ના તંત્ર ના દ્રશ્યો સામે આવતા પાણી વગર વલખા મારતા લોકો માં ચર્ચા નું કેદ્ર બન્યા છે….
થોડા દિવસો અગાઉ હાલ ના બદલી થયેલા અને તે સમય ના ભરૂચ જીલ્લા કલેકટર રહી ચૂકેલા સંદીપ સાંગલે દ્વારા શહેર અને જીલ્લા માં પાણી ની સમસ્યા ને લઇ તેના વપરાસ અંગે નું એક જાહેરનામુ બહાર પાડ્યું હતું અને પાણી નો બગાડ ન કરવા જેવા શબ્દો નું ઉચ્ચારણ મીડિયા સમક્ષ જાહેર જનતા ને સંબોધી ને કર્યું હતું …….
પરન્તુ હાલ ના તો કેટલાય શહેરીજનો સુધી પાણી પૂરતું પહોંચી નથી રહ્યું તો બગાડ નો તો કોઈ પ્રશ્નોજ નથી પરંતુ જે તે તંત્ર પાસે પાણી ની અપેક્ષાઓ લોકો રાખી રહ્યા છે તે જ તંત્ર ના કર્મીઓ આજે પાણી નો બગાડ કરતા સ્પષ્ટ પણે નજરે પડી રહ્યા છે…હવે આ પ્રકાર ના બગાડ ને કયા પ્રકાર ના શબ્દો થી સંબોધન કરવું જોઇએ એ કદાચ ભરૂચ ની જનતા એ આ જાગૃત તંત્ર ના અધિકારીઓ ને પૂછવું રહ્યું તેમ લાગી રહ્યું છે……..
ઉલ્લેખનીય છે કે આગામી દિવસો માં ભરૂચ ખાતે ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવનાર છે .જેની તૈયારીઓ માં જીલ્લા નું વહીવટી તંત્ર મસગુલ બન્યું છે .તો પાણી વગર વલખા મારતા લોકો તંત્રના આ પ્રકાર ની કામગીરી ને લઇ પાણી વગર ના લોકો આજે તંત્ર ને સવાલો કરી રહ્યા છે કે આ શું ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી છે કે પાણી બગાડ દિન ની ઉજવણી છે તેવા પ્રશ્ર્નો શહેરીજનો માં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે……………
હાલ તો તંત્ર પાસે નગર પાલિકા ની હદ માં આવેલા ૧૧ વોર્ડ ના પાણી વગર વલખા મારતા શહેર ના વિવિધ સ્થાનો ના રહીશો જીલ્લા ના જાગૃત નેતાઓ પાસે થી ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી પહેલા પાણી ની સમસ્યા માંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉચ્ચારી રહ્યા છે….તો હવે જોવું રહ્યું કે પાણી વેડફી સ્થાપના દિન ની ઉજવણી કરતું તંત્ર લોકો સુધી પાણી પહોંચાડી કાળઝાળ ગરમી માં પાણી વગર ની જનતા ને ઠંડી કરશે કે પછી કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના ની નીતિ અપનાવશે તે તો સમય જ બતાવશે…………..

Share

Related posts

મોરવા હડફ તાલુકાના માતરીયા વેજમા ગામમા વીજ ઉપકરણો ફુકાયા…

ProudOfGujarat

ભરૂચ સામલોદ ગામના યુવકની હત્યાના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા.

ProudOfGujarat

આશ્રમ 3 : ‘આશ્રમ 4’ ના બાબા નિરાલા બનવા માટે બોબી દેઓલે મૂકી આ મોટી શરત, જાણીને હોંશ ઉડી જશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!