Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:આજરોજ દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૮૫માં વાર્ષિક પાટોત્સવની પુર્ણાહુતીનો કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

શ્રી વચનામૃત દ્રિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૮૫માં વાર્ષિક પાટોત્સવ તથા શ્રીમદ સત્સંગોજીવન સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તારીખ ૮-૫-૨૦૧૯ થી ૧૪-૫-૨૦૧૯ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ તારીખ ૧૪-૫-૨૦૧૯ના રોજ ૧૮૫માં વાર્ષિક પાટોત્સવની પુર્ણાહુતીનો કાર્યક્રમ યોજાયો હતો.આજરોજ સવારે ૯ કલાકે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા બપોરના ૧૨ કલાકે અન્નકૂટ આરતી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

હઝરત સૈયદ હશન અશ્કરી બાવા રાજપારડી તરસાલીની રાજપારડી રાત્રી મુકામ કરી સવારે સાંસરોદ જવા રવાના થશ.

ProudOfGujarat

ભાવનગરમાં કરુણા અભિયાનના અંતર્ગત પાંચ દિવસમાં 132 પક્ષીઓની સારવાર કરાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે રિતેશ ગામીતની વરણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!