Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:ગટર અને પાણીની પાઇપ લાઇન લીકેજના કારણે જમીનનો ભાગ પોલો પડતા ઘરો ધીરે-ધીરે બેસી રહ્યા છે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકના શેઠ ફળિયામાં ગટર અને પાણીની લાઈન લીકેજના કારણે પાણી એક જગ્યાએ ભેગું થતા ત્યાંની જમીનનો ભાગ પોલો પડી રહ્યો છે જેના કારણે ત્રણ ઘર ધીરે-ધીરે જમીનમાં બેસી રહ્યા છે.આ અંગે ઘરના માલિકો જયેશભાઈ જોશી,યોગેશ સુખડીયા,અજય રાણાએ નગરપાલિકામાં આ વાતની જાણ કરી હતી પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી તથા ” ઇસકી ટોપી ઇસકે સર” ની પ્રથા કાયમ હોય એમ જણાય રહ્યું છે.આ અંગે કેટલાક ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે જેમ કે ઘર સંપૂર્ણપણે બેસી જાય તો જવાબદારી કોની.? અને કોઈ જાન જાય તો તેનું જવાબદાર કોણ.?.હવે કોઈ દુર્ઘટના બને તે પેહલા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી રહીશોએ કરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ કસક ગળનાળામાં લકઝરી બસ પ્રવેશી જતા ટ્રાફિક જામ સર્જાયો, ભારે જહેમત બાદ માર્ગ ખુલ્લો થયો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિડસ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટને નિશાન બનાવી રૂ. 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

24 કલાકની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી-હળવાથી ભારે વરસાદની આગાહી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!