Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમના સભ્યોએ દિવાળી નિમિત્તે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મહાત્મા ગાંધીજીની સુંદર રંગોળી બનાવી.

Share

અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જતો તહેવાર એટલે દિવાળી. હાલ શહેરમાં દિવાળીની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તમામ લોકોમાં દીવાળીની ઉજવણીનો થનગનાટ છે. કેટલાક લોકો એવા છે કે જે દિવાળી હોય કે કોઈ અન્ય સામાન્ય દિવસ પરંતુ તેઓનું એક જ કામ હોય છે લોકોની મદદ કરવી. આ લોકોને ક્યારે પણ નથી હોતી કોઈ રજા. ભરૂચ જિલ્લામાં છેવાડાના ગામ સુધી લોકોને મદદ કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ આપણા માટે જીવન સહાયરૂપ બનેલી ૧૦૮ ઈમરજન્સી સેવાની. પોતાના કાર્યની સાથે તહેવારની ઉજવણી કરી સાથે સાથે લોકોની મદદ કરવી એ ભરૂચ ૧૦૮ની ટીમ પાસેથી જ શીખવું રહ્યું. હાલ દિવાળી તહેવાર નિમિત્તે ભરૂચ ૧૦૮ની ટીમના સભ્યો દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મહાત્મા ગાંધીજીની સુંદર રંગોળી બનાવવામાં આવી. આ રંગોળીમાં ભારત રાષ્ટ્રનું પ્રતીક એવા રાષ્ટ્રઘ્વજના તિરંગાનો રંગ કરી રાષ્ટ્રની એકતા દર્શાવવામાં આવી છે.

Advertisement

Share

Related posts

આફતનો પુર : કાંઠે પાણીએ સર્જી તારાજી, ભરૂચના નદી કાંઠે ખેતરો થયા જળબંબાકાર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ની મેટ્રિક્સ ફાઈન કેમ ફેકટ્રીમાં એન ડી પી એસ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડી પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા નું મેફે ડ્રોન પાવડર અને તેને બનાવા માટેનું કેમિકલ તથા કાચો માલ મળી કુલ રૂપિયા ૭ કરોડ ઉપરાંતનો ડ્રગસનો મુદ્દામાલ જપ્ત કર્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે….

ProudOfGujarat

ભરૂચના મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના પુત્રોનું કનેક્શન પણ તપાસાશે 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!