• અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જતો તહેવાર એટલે દિવાળી. હાલ શહેરમાં દિવાળીની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તમામ લોકોમાં દીવાળીની ઉજવણીનો થનગનાટ છે. કેટલાક લોકો એવા છે કે જે દિવાળી હોય કે કોઈ અન્ય સામાન્ય દિવસ પરંતુ તેઓનું એક જ કામ હોય છે લોકોની મદદ કરવી. આ લોકોને ક્યારે પણ નથી હોતી કોઈ રજા. ભરૂચ જિલ્લામાં છેવાડાના ગામ સુધી લોકોને મદદ કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ આપણા માટે જીવન સહાયરૂપ બનેલી ૧૦૮ ઈમરજન્સી સેવાની. પોતાના કાર્યની સાથે તહેવારની ઉજવણી કરી સાથે સાથે લોકોની મદદ કરવી એ ભરૂચ ૧૦૮ની ટીમ પાસેથી જ શીખવું રહ્યું. હાલ દિવાળી તહેવાર નિમિત્તે ભરૂચ ૧૦૮ની ટીમના સભ્યો દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મહાત્મા ગાંધીજીની સુંદર રંગોળી બનાવવામાં આવી. આ રંગોળીમાં ભારત રાષ્ટ્રનું પ્રતીક એવા રાષ્ટ્રઘ્વજના તિરંગાનો રંગ કરી રાષ્ટ્રની એકતા દર્શાવવામાં આવી છે.

LEAVE A REPLY