Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:”ભૃગુ ધરા કો કર દો હરા” અભિયાન અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વનવિભાગ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વૃક્ષ ઉછેરનો સંકલ્પ સિધ્ધ થાય તે અર્થે વૃક્ષારોપણ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તેમજ ભોલાવ તળાવ ની આસપાસ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરા,ડી.ડી.ઓ ક્ષિપ્રા આગ્રે ,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા સહિત વિવિધ સંસ્થા અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.”ભૃગુ ધરા કો કર દો હરા” અભિયાન અંતર્ગત જિલ્લામાં અલગ-અલગ સ્થાનો ઉપર ૨૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે પર્યાવરણ માટે ખૂબ સારો એવો પ્રયાસ હાથ ધરાયો છે.

Advertisement


Share

Related posts

નર્મદામાં સરકાર દ્વારા ડેજીગ્નેટ કરેલ ખાનગી હોસ્પિટલોનાં દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેમડીસીવીર ઈન્જેકશનની કરાયેલી જરૂરી વ્યવસ્થા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલાવર પટેલનાં આકસ્મિક નિધન અંગે અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો.

ProudOfGujarat

કોકડું ગુચવાયું..? કોને મળશે ક્યારે મળશેની મથામણમાં ચાતક નજરે રાહ જોઈ બેઠા છે, સંભવિત ઉમેદવારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!