Proud of Gujarat
FeaturedGujarat

ડો.ભાવિન.એસ.વસાવા દ્વારા ઝઘડિયા તાલુકાના સીલીકા સેન્ડ.ક્વોરીઓ અને લીઝ ઘારકો અને વહીવટી તંત્રના અધિકારીઓને ખોટી રીતે હેરાન કરી ખંડણીની માંગણી કરવા અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારમાં સીલીકા સેન્ડ.બોરકલે લિગ્નાઈટ અને બ્લેકટ્રેપ ક્વોરીઓ વગેરેની માઇનીંગ લીઝ આવેલી છે જેમાં ભરૂચ જિલ્લાના ૮૦% ખનીજ આ વિસ્તારોમાં આવેલ છે.મોટાભાગના ક્વોરીનાં પ્લાન્ટો,સિલિકા વોશિંગના પ્લાન્ટો ભરૂચ જિલ્લાની બહારથી આવેલ લોકોના છે જેઓ સ્થાનિક આદિવાસી વગેરે સાથે ભાઈચારાથી રહે છે અને આ ખનીજોના કારણે સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહે છે તેમજ જીવન ધોરણ ઊંચું આવ્યું છે. ત્યારે માથાભારે ઈસમ ડોક્ટર ભાવિન વસાવા દ્વારા સિલિકા સેન્ડના લીઝ ધારકો, ક્વોરીઓના લીઝ ધારકો, જી.એમ.ડી.સી વગેરે ઉપર ખોટો-ખોટી અરજીઓ અને ફરિયાદ કરી હેરાન પરેશાન કરવામાં આવે છે. જેને સ્થાનિક આદિવાસીએ વખોડી નાખેલ છે.ડોક્ટર ભાવિન વસાવા રાજકીય આગેવાનો અને રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા છે એમ કહીને લીઝ હોલ્ડરોને ધમકીઓ આપે છે. તેમજ સરકારમાં મારી મોટી વગ છે તેથી લીઝ બંધ કરાવી દઈશ અને જેલમાં પુરાવી દઈશ તેવી ધમકી આપી રહ્યા છે. આવા માથાભારે ઈસમ લીઝ ધારકો અને હોલ્ડરો પાસે વિવિધ માંગણીયો કરે છે જેઓ તેમની માંગણી ને તાબે થતા નથી તેમના વિરુદ્ધ પગલાં ભરવા વહીવટી તંત્રના અધિકારીઓને રજુઆત કરે છે અને વહીવટી તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ ડોક્ટર ભાવિન વસાવાની રજૂઆતો સાંભળતા નથી તો તેમને ખોટી એટ્રોસિટીની ફરિયાઓ પણ કરે છે.આવી કરતૂતો ના પગલે સમાજ બદનામ થાય છે .ડોક્ટર ભાવિન વસાવા અવિધા ગામે રહે છે.આ ખાણ વિસ્તારનો રહેવાસી નથી અને આદિવાસી લોકોને આ વિસ્તારમાંથી રોજગારી મળે છે એની સાથે ડોક્ટર ભાવિન વસાવાને કોઈ લેવા દેવા નથી તેઓ તો માંત્ર પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે.આવા માથાભારે ઇસમના લીધે આ વિસ્તારના ઉદ્યોગો -ધંધા બંધ ન થાય અને લીઝ હોલ્ડરોને ખોટી હેરાન ગતિ ન થાય, વહીવટી તંત્રના અધિકારીઓને અને લીઝ હોલ્ડરો તેમજ પ્લાન્ટના માલિકો પર ખોટી ફરિયાદ ન થાય તે માટે ખંડણી ખોર એવા ડોક્ટર ભાવિન વસાવા સામે પગલાં ભરવા આવેદન પત્ર દ્વારા માંગણી કરવામાં આવેલ છે.

Advertisement


Share

Related posts

નેત્રંગના સ્વામીનારાયણ મંદિર ખાતે ઝઘડીયા વિધાનસભાનું આદિવાસી સમાજના આગેવાનોનું સંમેલન યોજાયું

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઇવે પરથી કેરીનાં બોક્ષની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

સંસદ સભ્ય પ્રભુભાઇ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી આરોગ્ય જોખમમાં મુકી ફરજ નિભાવતા મિડિયા કર્મી માટે સહાનુભુતિપૂર્વક કોઇ યોજના અમલી કરવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!