Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ તળાવ નજીકની ઝાડીઓમાં જુગાર રમતા 3 ઝડપાયા, 3 ફરાર.

Share

પોલીસે રૂ. 85560 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

અંકલેશ્વરનાં ગડખોલ ગામે આવેલા જીએનએફસીના ખાલી તળાવમાં ઝાડીઓમાં જુગાર રમતા 3 શખ્સોને શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા 21060 અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 85560 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

અંકલેશ્વર શહેર પોલીસ મથકનાં સ્ટાફને બાતમી મળી હતી કે, ગડખોલ ગામ ખાતે આવેલા જીએનએફસી તળાવની ખુલ્લી ઝાડીઓમાં પાના પત્તાનો જુગાર રમાય છે. જેના આધારે તપાસ કરતાં સ્થળ ઉપર સુરેશ અંબુ વસાવા, હસમુખ દાનજી પટેલ અને ગુમાન મેલા વસાવાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે અંગ ઝડતીમાં 10930, દાવ ઉપર લાગેલા 10130, મોબાઈલ, ઓક ઓટો રીક્ષા જેની કિંમત રૂપિયા 35000, હિરો હોન્ડાની બાઈક કિંમત રૂપિયા 20000 મળી કુલ રૂપિયા 85560નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે સ્થળ ઉપરથી નાસી છુટેલા કલ્પેશ પ્રફુલ પટેલ, દેવો ઉર્ફે સંદિપ અને ધર્મેશ નયન પટેલને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ તાલુકા ના ટંકારીયા ગામ ખાતે બેકાબુ બનેલ કારે લારી તેમજ મોટરસાયકલો માં અથડતાં એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……..

ProudOfGujarat

લીંબડીમાં વ્યાજખોરોએ એક યુવાનને માર મારતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!