માનવ અધિકારી દિન નિમિત્તે રેલી નિકળી

સમગ્ર વિશ્વમા આજે માનવ અધિકારી દિનની ઉજવણી કરવામા આવી રહી છે. જેના અનુસંધાને વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાતા આજ રોજ ભરૂચ ખાતે પણ વિશાળ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. માનવ અધિકાર રેલી ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ પરથી નિકળી ર્ડો.બાબા સાહેબ આંબેડકરજીના પ્રતિમા ખાતે પહોંચી હતી.જે દરમ્યાન ઠેર-ઠેર લોકોએ રેલીનુ અભિવાદન કર્યુ હતુ. આ રેલીમા માનવ અધિકાર સમીતીના પ્રમુખ સંદિપ બરવડ અને આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. રેલીમા શાળાના બાળાકો તેમજ વિવિધ એન.જી.ઓ અને સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. અત્યાચારનો ઉપચાર એજ માનવ અધિકાર ની થીમ પર આ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY