Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-સ્ટેશન સર્કલ નજીક રિક્ષામાં આગ થી અફરાતફરી નો માહોલ સર્જાયો-કોઈ જાનહની નહિ

Share

ભરૂચના સ્ટેશન સર્કલ નજીક CNG રિક્ષામાં આગ થી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.તેમજ રિક્ષામાં રહેલા અંદાજીત ૧૨ રૂપિયાની રોકડ તેમજ રીક્ષા આગ માં સ્વાહા થઇ હતી..
બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર આજ રોજ સવારના સમયે ભરૂચ ના સ્ટેશન સર્કલ નજીક આજરોજ સવાર ના સમયે એક CNG રીક્ષા માં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા.આગ ની જ્વાળાઓ વચ્ચે આગ વિકરાળ બનતા એક સમયે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા..

ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ની જ્વાળાઓમાં સળગતી રીક્ષા ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે સદનસીબે સમગ્ર ઘટના માં ચાલક તેમજ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો…

Advertisement

સ્ટેશન સર્કલ નજીક અચાનક રિક્ષામાં આગ ના પગલે એક સમયે ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતાં..તો બીજી તરફ સળગતી રિક્ષાને મોબાઈલ ફોન ના કેમેરામાં કંડાળી હતી.ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસમેં થતા પોલીસે સ્થળ પર થી લોકોને ખસેડવા સાથે ટ્રાફિકને ખુલ્લો કર્યોં હતો..


Share

Related posts

મોટર સાયકલ ચોરીના આરોપીને તમચા સાથે ઝડપી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

પિત્ઝા હટ, લા-પીનોઝ, ડોમિનોઝ સહિત 6 સંસ્થામાં ચીઝ-મેયોનીઝના સેમ્પલ ફેઇલ

ProudOfGujarat

નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી એક જ પરિવરનાં ૩ સભ્યોએ કોરોનાને આપી માત જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસનાં ૧ દર્દી સારવાર હેઠળ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!