Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના નંદેલાવ ઓવર બ્રિજ ખાતે થઇ કલેક્ટર ઓફીસ સુધી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો એ રેલી યોજી કલેક્ટર ઓફીસ ના ગેટ સામે ટ્રેક્ટર મૂકી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર પાઠવ્યું હતું…..

Share

બુલેટ ટ્રેનમાં સંપાદિત થયેલ જમીનના મુદ્દે ભરૂચના ન્ંદેલાવ બ્રિજથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલીમાથી પસાર થાય છે.
ત્યારે જમીનોની બજાર કિમતની જાહેરાત કલેક્ટર દ્વારા આજદિન સુધીકરવામાં આવી ન હોવાથી, તેમજ આ પ્રોજેકટ થી પર્યાવરણ ઉપર થનારી અસરોનો અભ્યાસ કર્યા વિના જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હોવાના આક્ષેપો સાથે ભરૂચ જીલ્લામાં આવેલ મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટના દાયરામાં આવતા ગામોના ખેડૂત આગેવાનોએ પોતાનો વિરોધ નોંધાવતાં સરકારના  મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ ને મોટો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ જિલ્લામાથી પસાર થનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટમાટે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ સરકારને એક ઇંચ પણ જમીન આપવાની ના પાડી સરકાર સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે.

Share

Related posts

ભરૂચ : ઓફલાઇન વર્ગો શરૂ કરવા એન.એસ.યુ.આઈ એ કેજે પોલીટેકનિક કોલેજના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અને જલજન અભિયાનનો ભવ્ય શુભારંભ કરાયો

ProudOfGujarat

કેનેડા ચૂંટણી 2021 : જસ્ટિન ટ્રુડો ત્રીજી વખત બન્યા કેનેડાના વડાપ્રધાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!