ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો અને ખાસ કરીને બાળકો નદીમાં ન્હાવા જતા હોય છે પરંતુ હવે નદીમાં નહાવું જોખમકારક સાબિત થઇ શકે તેમ છે નર્મદા નદીમાં મગરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.શુકલતીર્થ,કડોદ,તવરા અને નર્મદા નદીના અન્ય કિનારાના વિસ્તારો પાસેથી વહેતી નર્મદા નદીમાં રહેલા મગરોએ માનવીઓ પર હુમલા કર્યા હોય તેમજ માનવીઓને પાણીમાં ખેંચી ગયા હોવાના બનાવો પણ વધ્યા છે.એક બાજુ નદીમાં પાણી ઘટી ગયું છે તેથી મગરોનો ભય વધી ગયો છે.નર્મદા નદીમાં ૨૦૦ કરતા વધુ મગરો હોય તેવી શક્યતા છે.હવે મગરોનો પ્રજનન સમય શરૂ થયો છે ત્યારે મગરોની સંખ્યા વધી શકે છે તેથી નદીમાં સ્નાન કરવું વધુ જોખમી બની રહ્યું છે જે બાબતે તંત્રે પણ ધ્યાન રાખવું જોઈએ.

LEAVE A REPLY