Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસને મોટરસાયકલ ઉઠાંતરી કરતા આરોપીને ઝડપી લેવામાં મળેલ સફળતા

Share

રાવપુરા વડોદરા ખાતેથી ચોરાયેલી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

ભરૂચ પોલીસ તંત્ર ધ્વારા વાહન ચોરી અંગે સઘન ઝુબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજ રોજ એક મોટરસાયકલ ઉઠાંતરી કરનારા આરોપીને ઝડપી લેવામાં પોલીસ તંત્ર ને સફળતા પ્રાપ્ત થઈ છે. ભરૂચ જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા ભરૂચ શહેરની  પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલીગ માં હતા તે દરમ્યાન જંબુસર બાયપાસ ઉપર બાતમી નાં આધારે  વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળી ગાડી નંબર ૫૮૯૬ આવતા તેને ઉભી રાખી આરોપી યુસુફ મુસા માતાદાર ને પૂછપરછ કરતા પોલીસને સંતોષ કારક ન જણાતા તે ગાડી ની ચેસીસી નંબર ચેક કરતા તે ગાડીનો નંબર જીજે.૦૬.ડીકે.૧૦૩૮ હોય અને તે ગાડી ૨૦૧૫ ની સાલમાં વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાંથી ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપી યુસુફ મુસાની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવાની તપાસ ભરૂચ શહેર “બી” ડીવિઝન કરી રહી છે.

Advertisement

Share

Related posts

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આલિયાબેટમાં અલગ પ્રકારનું મતદાન મથક ઉભું કરાયું, સૌ પ્રથમવાર કન્ટેનર યાર્ડમાં સ્થાનિકોએ મતદાન કર્યું.

ProudOfGujarat

ઉતરાયણ દરમિયાન ઈમરજન્સી સંજોગો માટે ભરૂચ 108 સેવાની ખાસ વ્યવસ્થા, 34 એમ્બ્યુલન્સ તૈનાત

ProudOfGujarat

નાંદોદના વાઘોડિયામાં કુહાડીના ઘા મારી કાકાની હત્યાના કેસમાં ભત્રીજાને આજીવન કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!