Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત – રાજ્ય સરકારએ ₹4.5 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

Share

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ચોમાસા દરમિયાન વર્ષોથી સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સમસ્યાના નિવારણ માટે ₹4.5 કરોડના વિકાસ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

વિશેષ કરીને GIDC સ્ટેશન વિસ્તાર, બેંક ઓફ બરોડા અને ખેતીવાડી ઓફિસ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હતો. રસ્તાઓ ખરાબ થતા વાહનવ્યવહાર ખોરવાતો અને ઉદ્યોગોની દૈનિક કામગીરી પર પણ અસર થતી હતી.

Advertisement

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વર્ષ 2025માં ખેતીવાડી ઓફિસ નજીક બોક્સ કલ્વર્ટ અને નવી વરસાદી ગટર લાઇનના નિર્માણ માટે એક સર્વગ્રાહી યોજના તૈયાર કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા આ યોજના મંજૂર થતાં જ અમલીકરણનો માર્ગ ખુલ્લો થયો છે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થશે તેમજ રસ્તાઓ વધુ મજબૂત અને ટકાઉ બનશે. આથી વિસ્તારના રહેવાસીઓ સાથે ઉદ્યોગકારોને વર્ષો જૂની પરેશાનીમાંથી મોટી રાહત મળશે.


Share

Related posts

કરજણનાં મિયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નર્મદા કલેકટરને રાંધણ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદન આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ગોવિંદગુરુ યુનિર્વસીટીની ખોખોની મહિલા ટીમ નેશનલ કક્ષાએ રમવા પહોચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!