Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નર્મદા કલેકટરને રાંધણ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદન આપવામાં આવ્યું હતું.

Share

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષાબેન વસાવા સાથે શહેર પ્રમુખ ફરીદાબેન શેખ, ઉપપ્રમુખ સુમિત્રાબેન રાઉલ,દીપિકાબેન તડવી સહિતની મહિલા કોંગ્રેસની બહેનો દ્વારા આજે અપાયેલા આ આવેદનમાં જણાવ્યા મુજબ ભાજપ સરકારે રસોઈ બનાવવા માટે મધ્ય વર્ગની બહેનોને કફોડી પરિસ્તિમાં મુકી દીધા છે.

અત્યાર સુધી જે સિલિન્ડરોમાં પી.એમ દ્વારા સબસીડી આપવામાં આવી હતી એ સિલિન્ડરમાં સરકાર બહેનો પાસેથી હાલ ભાવ વધારા સાથે રૂા.૧,૦૦૦/- નો એક બોટલનો ભાવ ગણતા રૂા.૧૫૦/- નો ભાવ વધારો કરવામાં આવ્યો હોય ત્યારે રસોઈ બનાવતી મધ્ય-ગરીબ વર્ગની બહેનોને કફોડી પરિસ્તિમાં મુકી દીધા છે હોય આ તોતિંગ વધારો મહિલાઓ ચૂકવી શકે નહીં માટે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદન નર્મદા જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા કલેકટરને આપવામાં આવ્યું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ગોધરાના હરીભકતોએ કેમ ફટાકડા ફોડ્યા ? જાણો વધુ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ શાંતિનિકેતન હાઈસ્કૂલમાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરાયું.

ProudOfGujarat

અમદાવાદ રેન્જ આઇજી એ ખેડા જિલ્લાની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!