એલસબીએ દારૂ, કાર સહિત કુલ ૬.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચના કુખ્યાત બુટલેગર તિલક પટેલ માટે ખેપ મારતો હોવાની ચાલકની કબુલાત
ભરૂચ.
ભરૂચ એલસીબીની ટીમ નબીપુર વિસ્તારમાં પટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કલરની અર્ટીગા કારમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશીદારૂનો જથ્થો સંતાડીને ભરી લાવી એક ખેપિયો હિંગલ્લા ચોકડીથી કોટી તરફ જવાના રોડ પર ઈન્ડિયન ઓઈલ પંપની પાછળ ખેતરમાં સંતાડ્યો છે. જેથી ટીમે તુરંત સ્થળ પર પહોંચતાં ભાતમી મુજબની એક અટીકા કાર ત્યાંથી મળી આવી હતી. ટીમે તપાસ કરતાં તેમાં ડ્રાઈવર મળતાં તેનું નામ નિરવ કનુ પરમાર (રહે, ઘંટી કળિપુ, છીદ્રા, તા. જંબુસર) હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેની કારમાં તપાસ કરતાં તેની અર્ટીગાની પાછળની બે સીટ નીચે ચોરખાનું બનાવ્યું હતું.
ટીમે તે ખોલીને તપાસ કરતાં તેમાં કુલ ૩.૨૭ લાખની મત્તાની ૧૮૦ મીલીની ૧૦૦૮ બોટલો મળી આવી હતી.જે અંગે તેને પુછતાં તેણે કબુલાત કરી હતી કે, તે છેલ્લા દોઢ વર્ષથી ઝાડેશ્વર રોડ પર જ્યોતિનગર ખાતે રહેતાં તીવાક હરીકૃષ્ણ પટેલને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તિલક તેને ગાડી આપે છે. અને જણાવે છે કે, તે ગાડી લઈને દમણના દેવકા બીચ પર જજે. જ્યા તેનો માત્ર આવી કાર લઈ જશે અને દારુ ભરી વાવી તેને કાર આપી જશે. જે બાદ તે કાર ભરૂચના હિંગલ્લા ચોકડી પાસે આવેલાં ઈન્ડિયન ઓઈલના પંપ પાછળ ખેતરમાં લઈ આવજે. ત્યાં તે આવશે અને તેની કારમાં દારૂ ભરી જતો રહેશે. જેથી તે તેના કહ્યાં મુજબ દમણથી દારૂ ભરી લાવ્યો હતો. ટીમે તેની પરપકડ કરી તેની અને મુખ્ય સુત્રધાર તિલક હરીકૃષ્ણ પટેલ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેટળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કુખ્યાત બુટલેગર તિલક સામે સંગઠિત ગુનાઓને લઈને કાર્યવાહી થશે ભરૂચ એલસીબીની ટીમે કુખ્યાત બુટલેગર તિલક હરીકૃષ્ણ પટેલ વિરુદ્ધ કેટલાં ગુના નોંધાયાં છે. તેની ઈ-ગુજકોપ સોફટવેરમાં તપાસ કરતાં તેની સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત દહેજ, દહેજ મરીન, હાલોલ રૂરલ પોલીસ તેમજ ભરૂચ તાલુકા પોલીસ મથકે એમ કુલ ૧૩ જેટલાં ગુના નોંધાયેલાં જણાયું હતું. તિલક પટેલ વિદેશીદારૂની હેરાફેરી કરવાની ટેવવાળો હોઈ તેમજ તેની સામે કોર્ટમાં કેસની ચાર્જસીટ થઈ હોવા છતાં તે તેના અલગ અલગ સાથીઓ સાથે મળી ને સંગઠિત ગુનાઈત પ્રવૃત્તીને અંજામ આપતો હોઈ તેની સામે ખાસ કાર્યવાહી કરવામાં આવશે.
