Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુકલતીર્થ મેળામાં ફરવા ગયા બાદ ગુમ થયેલા સામલોદના યુવાનનો કેનાલમાંથી સડેલી હાલતમાં મૃતદેહ મળ્યો, વિસ્તારમાં ચકચાર

Share

ભરૂચ.

ભરૂચ તાલુકાના સામલોદ ગામનો એક યુવાન ત્રણ માસ અગાઉ શુકલતીર્થના મેળામાં ફરવા ગયા બાદ ઘરે પરત ફર્યો ન હતો. તે યુવાન રાકેશ સોલંકીનો સડેલી (ડિકમ્પોઝ) હાલતમાં મૃતદેહ ભરૂચ તાલુકાના કવીઠા અને દભાલી ગામ વચ્ચે આવેલી કેનાલમાંથી મળતાં વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.

Advertisement

ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક રાત્રિના સમયે ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ અત્યંત ડિકમ્પોઝ હાલતમાં હોવાથી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચીને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

યુવાન ત્રણ માસથી ગુમ હોવાનું સામે આવતાં આ બનાવે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. નબીપુર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને મોતના કારણો જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


Share

Related posts

સુરતના હિન્દુસેનાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસી લાભાર્થીઓને સનદોનું વિતરણ.

ProudOfGujarat

અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં કાટમાળમાં દટાયેલા ત્રણ વ્યક્તિઓનું ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!