Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખેતરમાં દીપડો પાંજરે પુરાયો, નવી તરસાલી વસાહતમાં ભયમાંથી મળી રાહત

Share

 

ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામની નવી વસાહતના પાછળ આવેલા ખેતરમાં દીપડો પાંજરે પુરાતા આજે વિસ્તારમાં ભારે ઉત્સુકતા અને રાહતનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હાજરીને કારણે ગ્રામજનમાં ભય ફેલાયો હતો અને લોકો રાત્રિના સમયે બહાર નીકળતા અચકાતા હતા.

Advertisement

દીપડાની હાજરી અંગે વન વિભાગને જાણ થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યોગ્ય આયોજન સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું. અંતે દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વન વિભાગ દ્વારા દીપડાને સલામત રીતે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ લોકોએ સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો તરત વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

સિદ્ધાર્થ આનંદની આગામી બિગ બજેટ એક્શન ફિલ્મમાં બે એક્શન હીરો હશે, શૂટિંગ 2025માં શરૂ થશેઃ

ProudOfGujarat

ડેડિયાપાડા તાલુકામાં આગથી નુકસાન થતાં આદિવાસી ગરીબ પરિવારોને કાર્યકરો એ ઘરવખરી પૂરી પાડી.

ProudOfGujarat

ભરૂચ ને.હા 48 ઉપર ભારે ટ્રાફિક જામ-ઝાડેશ્વર ચોકડીથી અસુરિયા પાટિયા સુધી ભારે ટ્રાફિક જામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!