ભરૂચમાં સ્ટેશન રોડ પર આવેલી બીઓબી ખાતે બેન્ક કર્મીઓએ સુત્રોચ્ચાર કર્યા
રિઝર્વ બેન્ક અમારા બાપ કહેવાય, ત્યાં ૫ ડે વર્કિંગ છે તો અમને કેમ નહીં કહીં દેખાવો
। ભરૂચ ।
સરકારી બેન્કના કર્મચારીઓએ મંગળવારે દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા હતાં. ભરૂચમાં સતત ૪ દિવસ સુધી બેન્ક બંધ રહેવાને કારણે જિલ્લામાં કરોડોના વ્યવહાર તેમજ ચેક ક્લિયરન્સ સહિતના કામો અટવાયાં હતાં.
દેશભરની તમામ સરકારી બેન્કોના કર્મચારીઓએ મંગળવારે સામુહિક હળતાર કરી હતી. બેન્કોમાં ૫ દિવસ વિર્કંગની પ્રણાલી લાગુ પાડવામાં આવે તેવી માંગ સાથે બેન્ક કરમ્ચારીઓએ હડતાળ પર ઉતરી ગયાં છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોનો જિલ્લો છે. ત્યારે સતત ચોથા દિવસે ચેક ક્લિયરન્સ ઠપ્પ રહેતાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનને અસર પડી હતી. યુનાઈટેડ ફોર ઓઠ બેન્ક યુનિયન દ્વારા જાહેર કરાયેલી હડતળામાં ભરૂચ જિલ્લાના પણ ૧૨૦૦થી વધુ કર્મચારીઓ જોડાયાં હતાં. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બીઓબી ખાતે કર્મચારીઓએ એકત્ર થભારે સુત્રોચ્ચાર કરવા સાથે દેખાવો કર્યો હતો.
રાષ્ટ્રીયકૃત બેન્ક યુનિયનો તેમજ સસરકાર વચ્ચે હાલમાં વિવાદ ચાલીરહ્યો છે.જેમાં તેઓની મુખ્ય માંગણી એવી છે કે, તેઓએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક અમારા પિતા કહેવાય તો તેમને પણ તે જ પ્રકારે ૫ દિવસ વર્કિંગની પ્રણાલી શરુ કરે છેજેની સામે તેઓ રોજ ૪૦ મિનિટ વધારાનું કામ કરવા માટે તૈયાર છે. શહેર જિલ્લામાં ચાર દિવસથી એટીએમમાં નવા રુપિયા જમા ન થયાં હોવાને કારણે થણાબધા એટીએમમાં રપિયા ખૂંટી જતાં લોકોને અન્ય એટીએમ પર જવા મજબૂર બન્યાં હતાં.
