Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંથારિયા ગામની મદ્રેશાના હિસાબ કિતાબ મુદ્દે બે પક્ષ વચ્ચે ધિંગાણું

Share

ભરૂચ તાલુકા પોલીસ મથકે બન્ને પક્ષની ફરિયાદને આધારે ૧૫ સામે ગુનો નોંધાયો

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં કંથારિયા ગામની મદ્રેશાના હિસાબ કિતાબને લઈને છેલ્લા કેટલાંક સમયથી ગામમાં બે જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. ભુતકાળમાં પણ મદ્રેશાના હિસાબને લઈને તકરારો થઈ છે. દરમિયાનમાં ગઈકાલે પુન: મદ્રેસાની ટ્રસ્ટની ઓફિસમાં બન્ને પક્ષમાં તકરાર થયાં બાદ ઝપાઝપી થઈ હતી. જે બાદ મરજીદ ચકલા પારસે પુનઃ ધિંગાણું સર્જાયું હતું. પિંગાણામાં બન્ને પલે કુલ ૮થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે બન્ને પક્ષે કરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકાના કંથારિયા ગામે ખાનજી સ્ટ્રીટ ખાતે રહેતાં સુહેલ ગુલામ અહેમદ પટેલ શહેરના મુન્શી પ્લાઝા શોપિંગમાં મિસ્ટર અકુબત નામની દુકાન ચલાવે છે. ગઈકાલે તેઓ સાવરના સમયે તેમના પિતા ગુલામ અહમદ ઉમરજી, ઈકબાલ આદમ અકુબત તેમજ મહંમદ સુલેમાન કોઠીયા, સરફરાજ મહંમદ કોઠીયા તથા આરીફ મહંમદ કોઠીયા તેમના ગામની મસ્જીદ મદ્રેશા ટ્રસ્ટ કંથારિયાની ઓફિસમાં બેસીને હિસાબના ચોપડાં જોઈ રહ્યાં હતાં. તે વેળાં ટ્રસ્ટના પ્રમુખ મૌલવી ઈસ્માઈલ સોજરા ત્યાં આવી પહોંચ્યાં હતાં. તેમણે અચાનક તેમને અપશબ્દો ઉચ્ચારી તમે અહીંયાથી નિકળી જાઓ તમને મરજીદ મદ્રેસાનો હિસાબ નહીં મળે તેમ કહી પોતાના પુત્ર સરફરાજ કે જે મદ્રેસા ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે તેને ફોન કરતાં તે પણ આવી પહોંચ્યાં હતાં. તેણે પણ તમને હિસાબ નહીં મળે તેવી ધમકી આપી ગયા વખતે તો બચી ગયાં આ વખતે નહીં ભગો કહીં તેના સાગરિતો ઈદ્રીશ ઈબ્રાહિમ સોજરા, ઈકરામુલ ઈભાહિમ સોજરા, ઈમામ ઈભાહીમ સોજરા, ઈમ્તિયાઝ ઈબ્રાહિમ સોજરા તેમજ ઈબાહીમ યુસુફ સોજરાને બોલાવી લેતાં તેમની સાથે તકરાર કરી હતી. જેનાપગલે તેઓ ઓફિસેથી નિકળી મસ્જીદ ચકલા પાસે પહોંચતાં તેઓએ ત્યાં આવી તેમને રસ્તામાં રોકી તેમના પર હુમલો કરી તેમને અને તેમના સાથીઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે તેમણે મૌલવી ઈસ્માઈલ સોજરા, સરફરાજ ઈસ્માઈલ સોજરા, ઈદ્રીશ ઈબ્રાહીમ સોજરા, ઈકરામુલ ઈબ્રાહિમ સોજરા,ઈન્જીમામ ઈભાહિમ સોજરા, ઈમ્તીયાઝ ઈબ્રાહિમ સોજરા તેમજ ઈબ્રાહિમ યુસુફ સોજરા સામે ફરિયાદ નોંધાવી હતી.

ઘટનામાં સામે પલે નોંધાયેલી ફરીયાદમાં ગામના અકુજી સ્ટ્રીટમાં રહેતાં મૌલવી ઈસ્માઈલ યુસુફ સોજરા ગામની મસ્જીદ મદ્રેસા ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સેવા આપે છે અને મદ્રેસામાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે. ગઈકાલે તેઓ તેમના બાળકોને શિક્ષણ આપી ટ્રસ્ટની ઓફિસે આવતાં તેમના ગામના આરીફ મહંમદ કોઠિયા, સરફરાજ મહંમદ કોઠિયા, મહંમદ સુલેમાન કોઠિયા, સુહેલ ગુલામ અકુબત, ઈકબાલ અહમદ અકુબત તેમજ ગુલામ ઉમરજી અકુબત ઓફિસમાં બેઠાં હતાં. અને ટ્રસ્ટના સેક્રેટરી અફઝલ પાયા પાસે ટ્રસ્ટનો હિસાબ કિતાબ માંગતાં હતાં. જોકે, મોલવી ઈસ્માઈલ સોજરાએ તેમને તમામ હિસાબ મસ્જીદના બોર્ડ પર લગાવેલાં છે તેમ કહેતાં સરફરાજ કોઠિયા ઉશ્કેરાઈ ગયો હતો. તેણે છરો કાટું છુ અને ઓફિસને તાળુ મારી દઉં છું તેવી ધમકી આપી હતી. મામલો ગરમાતાં તેઓ મળી તેમને ઈજાઓ પહોંચાડી હતી. તેમનો પુત્ર આવી જતાં તેમને બાઈક પર બેસાડી ફરીયાદ આપવા જતાં હતાં. ત્યારે મરજીદ ચકલા પાસે તેમને રોકી તેમના પર હુમલો કરી તેમને અને તેમના સાથીઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે તેમણે આરીક મહંમદ કોઠિયા, સરફરાજ મહંમદ કોઠિયા, મહંમદ સુલેમાન કોઠિયા, સુહેલ ગુલામ અકુબત, ઈકબાલ અહમદ અકુબત અને ગુલામ ઉમરજી અકુબત સામે ફરિયાદનોંધાવી હતી


Share

Related posts

વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત ‘એનિમલ કેર સેન્ટર’નું લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ : મિશન લાઈફ -જાગૃતતા કાર્યક્રમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો

ProudOfGujarat

ગાંધીનગરનાં રાંદેસણમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, કોમ્પ્યુટર કેર ઓફિસની આડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો, 11 ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!