Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

580 કિલો ગાંજાના કેસમાં ચાર દોષિતોને 15 વર્ષની સજા, રૂપિયા 1 લાખ દંડ

Share

નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદ દ્વારા ભરૂચમાંથી ઝડપાયેલા 580 કિલોગ્રામ ગાંજાના મામલે ભરૂચની પાંચમી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા નોંધપાત્ર ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટએ ચાર આરોપીઓને દોષિત ઠેરવી 15 વર્ષની સખત કેદ અને દરેકને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.

મળતી માહિતી મુજબ, સુપરિન્ટેન્ડન્ટ ઓફિસર તથા ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, અમદાવાદ હરીશકુમારને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઇન્ટેલિજન્સ ઓફિસર રાકેશ દાતણીયાને NDPS એક્ટ હેઠળ ટીમ બનાવી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. બાતમી મુજબ ભરૂચના નર્મદા ચોકડી વિસ્તારમાં ગાંજાનો જથ્થો ટ્રક મારફતે લાવવામાં આવવાનો હતો.

Advertisement

તારીખ 14 જૂન 2018ના રોજ ટીમે નર્મદા હોટલ પાસે વોચ ગોઠવી હતી. રાત્રે આશરે 9:45 વાગ્યે અંકલેશ્વર તરફથી એક ટ્રક આવી પહોંચ્યો. થોડીવારમાં એક એક્ટિવા પર બે વ્યક્તિઓ ત્યાં આવી ટ્રક ડ્રાઈવર સાથે વાતચીત કરતા હતા. શંકા આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તમામને કાબૂમાં લીધા. ટ્રકની તપાસ દરમ્યાન મળેલ પદાર્થની ડ્રગ ડિટેક્શન કિટથી તપાસ કરતા તે ગાંજો હોવાનું બહાર આવ્યું.

આ કેસમાં ટ્રક ડ્રાઈવર પ્રમોદકુમાર પુરણસિંહ, કંડકટર શિશુપાલ ગુલાબસિંહ તેમજ એક્ટિવા પર આવેલા મનીષ હરીશભાઈ અને કમલ સામલની ધરપકડ કરવામાં આવી. આગળની તપાસ દરમિયાન એક મહિલા ગાંજાની ડિલિવરી લેવા આવવાની માહિતી મળતાં તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જ્યારે રાજુ નામનો શખ્સ સ્થળ પરથી ફરાર થયો હતો.

આરોપીઓએ એકબીજાની સહાયથી 580 કિલો ગાંજાની હેરાફેરી અને વેચાણ કરવાનો ગુનો કર્યો હોવાનું સામે આવતા NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(ii), 25 અને 29 હેઠળ ગુનો નોંધાયો હતો.

ભરૂચની પાંચમી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.એમ. સોનીની કોર્ટમાં ચાલેલા ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન તરફથી જિલ્લા સરકારી વકીલ પરેશ બી. પંડયાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટએ ચારેય આરોપીઓને દોષિત જાહેર કરી 15 વર્ષની સખત કેદ તથા રૂપિયા 1 લાખ દંડની સજા સંભળાવી છે.


Share

Related posts

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ કિનારે એક મહિલાની લાશ નર્મદા નદીમાં મળી આવી હતી.

ProudOfGujarat

પાલેજમાં કોમી એખલાસ વચ્ચે પીર મોટામિયાં માંગરોળ નાં ઉર્શ નું સમાપન…

ProudOfGujarat

સુરેન્દ્રનગર વર્ગ ૪ ના કર્મચારીઓને કપડાંનું વિતરણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!