Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગડખોલ ગામે વીજ ડીપી પાસે કચરાના ઢગલા પાસે ગાયનું મોત, ત્રણ દિવસથી મૃતદેહ ન ઉઠતાં રોષ

Share

ગડખોલ ગામની હદ વિસ્તારમાં આવેલ વીજ કંપનીના ડીપી નજીક લોકો દ્વારા નાખવામાં આવતા કચરાના ઢગલા પાસે એક ગાયનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
પાર્શ્વનાથ સોસાયટી રોડ પર છેલ્લા કેટલાંક દિવસોથી આ ગાય બીમાર હાલતમાં આંટાફેરા મારી રહી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાયનું મૃત્યુ થયા બાદ ત્રણ દિવસ વીતી ગયા છતાં ગ્રામ પંચાયત તરફથી મૃતદેહ ઉઠાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ગાયનો મૃતદેહ ત્યાં જ પડ્યો રહેતાં આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.

આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ ગ્રામ પંચાયત, જીવદયા પ્રેમીઓ તેમજ ગૌસેવા સાથે સંકળાયેલા ગૌરક્ષકોને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં હજી સુધી કોઈ ચોક્કસ પગલું ભરાયું નથી. દુર્ગંધ અને સ્વચ્છતાની સમસ્યાને કારણે નજીકમાં રહેતા લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા તાત્કાલિક મૃતદેહ દૂર કરી યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.
Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોનાની ઘાતક સફરો સામે જાહેર હિતમાં નગરપાલિકામાં જન્મ મરણ અને રેકર્ડ વિભાગ બંધ!!

ProudOfGujarat

મેઘમણી કંપની ખાતે લાગેલ આગના બનાવનો મરણ આંક વધ્યો.બે ના થયેલ મોત.બેદરકાર કંપની સંચાલકોએ મરણ જનારના નામ જાણવાની પણ તસ્દી ન લીધી.જાણો વિગતે…

ProudOfGujarat

साज़िद नाडियाडवाला की “बागी 2” ने 150 करोड़ के ब्लॉकबस्टर क्लब में किया प्रवेश!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!