Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘર આંગણે બકરા ગંદકી કરી જવા મુદ્દે તકરાર, કાકાનો ભત્રીજા પર હુમલો

Share

ભરૂચ તાલુકામાં આવેલાં કરમાડ ગામે બનેલી ઘટના

। ભરૂચ !

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં કરમાઠ ગામે નવી નગરી વિસ્તારમાં રહેતાં આદિલ સલીમ મક્કન બપોરના સમયે નમાજ પડવા જવા ઘરેના દાદરા પરથી નીચે ઉતરતો હતો. તે વેળાં તેના ઘરના આંગણામાં બકરાઓ દ્વારા ગંદકી કરી હોઈ તેમણે તેમના મકાનની નીચે રહેતાં તેમના સગા કાકા ઈરફાન ઈસ્માઈલ મક્કનને ત્યાં જઈ તેમને તમારા બકરા આંગણામાં ગંદકી કરે છે તો સાહ કરાવો તેમ કહેતાં તેના કાકા ઈરફાન અચાનક ઉશ્કેરાઈ ગયાં હતાં. તેમણે રવેશમાંથી બેટ લઈ આવી તેના પર હુમલો કરી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેણે બુમરાણ મચાવતાં આસપાસના લોકોએ દોડી આવી તેને બચાવ્યો હતો. તેના કાકાએ તેને અપશબ્દો ઉચ્ચારી હવે પછી આવી કોઈ રજૂઆત કરવા આવ્યો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરુચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વાલિયાના જબુગામ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર દંપતિને ગંભીર ઇજા

ProudOfGujarat

મોરવા પંથકના અપહરણ કેસના ત્રણ આરોપી પોલીસ સંકજામાં

ProudOfGujarat

વિરમગામ: શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!